Facebook પર વાયરલ થયેલા BFF મેસેજનું શું છે સત્ય?

PC: rvcj.com

દુનિયાભરમાં ફેસબૂક ડેટા ચોરી થવાની ન્યૂઝ બાદ હલચલ મચી ગઈ છે, ત્યાર બાદ અનેક પ્રકારની ખોટી ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ગઈકાલ સાંજથી BFF વાળી એક ખબર ફરી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબૂકના CEO માર્ક ઝકરબર્ગે ફેસબૂક અકાઉન્ટ સેફ રાખવા માટે BFFનો ઓપ્શન કાઢ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો પોસ્ટની કમેન્ટમાં BFF લખશો અને જો તે ગ્રીન થઈ જાય તો સમજો કે તમારું અકાઉન્ટ સેફ છે અને જો એવું ન થાય અને BFF બ્લેક જ રહે તો સમજો કે તમારું અકાઉન્ટ ખતરામાં છે.

પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ તદ્દન ખોટો મેસેજ છે. માર્ક ઝકરબર્ગ કે ફેસબૂક તરફથી આવો કોઈ મેસેજ નથી કરવામાં આવ્યો. કેટલાય લોકો આ પોસ્ટને સાચી કહીને શેર કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં યુઝર્સ પણ કમેન્ટ બોક્સમાં BFF લખી રહ્યા છે. વાત એવી છે કે, BFF એટલે કે બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર નામની કમેન્ટનું ઓપ્શન ઘણા લાંબા સમયથી ફેસબૂકમાં છે. તેને અકાઉન્ટ સેફ છે કે નહીં તેની સાથે કોઈ સંબંધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp