પૃથ્વી પર ચંદ્રની માટીમાં છોડ ઉગાડ્યા, એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર ખેતી કરી શકશે

PC: indiatoday.in

ચંદ્ર પર માનવ વસ્તીને વસાવવા માટે વૈજ્ઞાનિકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને નવા નવા સંશોધનો કરી રહ્યા છે. અમેરિકાની ફ્લોરિડા યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસિક શોધ કરી છે. તેમણે પહેલી વખત ચંદ્રની માટીમાં છોડ ઉગાડવાનો પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસમાં તેઓ સફળ રહ્યા છે. આ માટી NASAના એપોલો મિશન દરમિયાન અંતરિક્ષ યાત્રીઓ ચંદ્ર પરથી માટી સાથે લાવ્યા હતા.

કમ્યુનિકેશન્સ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ફક્ત પૃથ્વીની માટી જ નહીં, પરંતુ અંતરિક્ષથી આવેલી માટીમાં પણ છોડ ઉગાડી શકાય છે. આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની માટી(લૂનાર રિગોલિથ)માં છોડ ઉગાડ્યા છે અને તેની બાયોલોજિકલ પ્રતિક્રિયા પર રીસર્ચ કર્યું છે. આ ચંદ્ર પર ખોરાક અને ઓક્સિજન માટે ખેતી કરવા તરફનું પહેલું પગલું છે.

ફ્લોરિડા યૂનિવર્સિટીના પ્રોફેસર એના-લિસા પોલે કહ્યું કે, આ પ્રયોગની સફળતા પહેલા પણ ચંદ્રની માટીમાં છોડ ઉગાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જોકે, પહેલા તો ફક્ત ચંદ્રની માટીમાં પાણી જ છાંટવામાં આવ્યું હતું. હવે નવા રિસર્ચમાં ચંદ્રની માટીમાં છોડ ઉગાડવામાં સફળતા મળી છે.

રિસર્ચર્સે છોડ ઉગાડવા માટે 4 પ્લેટ્સનો ઉપયોગ કર્યો હતો. તેમાં પાણીની સાથે સાથે ન્યુટ્રિયન્ટ્સ પણ મીક્સ કરવામાં આવ્યા હતા. જે ચંદ્રની માટીમાં નહોતા મળ્યા. ત્યાર બાદ આ સોલ્યૂશનમાં આર્બિડોપ્સિસ નામના છોડના બીજ રોપવામાં આવ્યા. કેટલાક દિવસોમાં આ બીજમાંથી નાના નાના છોડવા ઉગવા લાગ્યા.

NASAના એપોલો મિશનના 6 એસ્ટ્રોનોટ્સ પોતાની સાથે 382 કિલોગ્રામ પત્થર ચંદ્ર પરથી પૃથ્વી પર લાવ્યા હતા. આ પત્થરોને વૈજ્ઞાનિકોમાં વહેંચવામાં આવ્યા. ફ્લોરિડા યૂનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ ફેરી અનુસાર, 11 વર્ષમાં 3 વખત અરજી કર્યા બાદ તેમને પહેલી વખત NASA તરફથી 12 ગ્રામ માટી મળી. આટલી માટી સાથે કામ કરવું વૈજ્ઞાનિકો માટે અઘરું હતું. પણ આખરે વૈજ્ઞાનિકોને તેમાં છોડ ઉગાડવામાં સફળતા મળી. આ માટી એપોલો 11, 12 અને 17 મિશન દરમિયાન એકઠી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp