નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને આપ્યો મોટો ઝટકો, આ વસ્તુ પર GST 6 ટકા વધારી દીધો
રાજસ્થાનના જેસલમેરમાં શનિવારે GST કાઉન્સીલની 55મી બેઠક મળી હતી, જેમાં સેકન્ડ હેન્ડ કાર પરનો 12 ટકા GST વધારીને 18 ટકા કરી દેવા માટે સંમતિ સધાઇ ગઇ છે.
જે કંપનીઓ સેકન્ડ હેન્ડ કાર ખરીદશે કે વેચશે તેની પર 18 GST લાગશે. સરકારનું માનવું છે કે આ કંપનીઓ ઘસારો તો ક્લેઇમ કરે છે અને પાછા માર્જિનથી જૂની કાર વેચે છે. પરંતુ જે વ્યક્તિગત કાર વેચશે તેની પર GST 12 ટકા જ લાગશે.
હવે સવાલ એ છે કે, જે લોકો પાસે નવી કાર ખરીદવાની ક્ષમતા નથી એ લોકો જ સેકન્ડ હેન્ડ કાર ખરીદતા હોય છે.GST વધવાને કારણે જે કંપનીઓ સેકન્ડ હેન્ડ કાર વેચશે તે ભાવ વધારીને જ વેચશે એટલે મધ્યમ વર્ગને ફટકો પડશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp