આ કંપનીનું ઇલેક્ટ્રિક ગાડી માટે 20000 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે લક્ષ્ય

PC: youtube.com

ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર નિર્માતા હીરો ઇલેક્ટ્રીકે આગામી વર્ષે દેશભરમાં 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્થાપિત કરવા માટે દિલ્હી સ્થિત સ્ટાર્ટઅપ મેસિવ મોબિલિટી સાથે કરાર કર્યો છે. જે એન્ડ-ટૂ-એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સુવિધા આપશે. આ કરારને લઈને હીરો ઇલેક્ટ્રિકનું કહેવું છે કે ચાર્જિંગ નેટવર્કનો લાભ બધા ઇલેક્ટ્રિક વ્હીકલ ઉઠાવી શકે છે અને કંપની નિર્માતાઓ વચ્ચે વધારે માનાકીકરણ પર જોર આપશે. અત્યાર સુધી હીરો ઇલેક્ટ્રીકે 1650 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કર્યા છે અને વર્ષ 2022ના અંત સુધી 20 હજારથી વધારે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો ટાર્ગેટ છે.

પાર્ટનરશિપ બાબતે વાત કરતા હીરો ઇલેક્ટ્રીકના CEO સોહિન્દર ગિલે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત સરકાર દ્વારા હાલની જાહેરાતોએ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગને આગામી સ્તર પર લઈ જવામાં મદદ કરી છે. અમે પોતાની યોજનાઓને ઝડપથી વિસ્તાર કરવા પર જોર આપી રહ્યા છે. અમે આગામી વર્ષ સુધીમાં 20 હજારથી વધારે ચાર્જિંગ પોઈન્ટ સેટ કરવામાં સફળ રહેશે. ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં હીરો છેલ્લા કેટલાક વર્ષોમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઓછા ખર્ચવાળા ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં રોકાણ કરી રહ્યા છે.

અત્યાર સુધી અમે 1650 ચાર્જિંગ સ્ટેશન બનાવી ચૂક્યા છીએ. મેસિવ મોબિલિટી સાથે એ જોડાણના પોતાના ઉદ્દેશ્ય સુધી પહોંચવાના અમારા પ્રયાસોને વ્યાપક બનાવશે. આ પાર્ટનરશિપથી ન માત્ર હીરોને એક કંપનીના રૂપમાં પરંતુ ઉદ્યોગને પણ ફાયદો થશે. મેસિવ મોબિલિટીનો દાવો છે કે તેનાથી હીરો ઇલેક્ટ્રીકને ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરને સારું કરવામાં મદદ મળશે. બંને કંપનીઓએ સંયુક્ત રૂપે પોતાના ચાર્જિંગ સ્ટેશનોનો ઉપયોગ કરીને ઉપભોક્તા વ્યવહારનું અનુમાન લગાવવા માટે એક સર્વેક્ષણ પણ કર્યું છે.

આ સર્વેક્ષણ મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ ગ્રાહક ઈન્ટરનેટ પર એક એપ વડે શોધવામાં આવેલા સ્માર્ટ ચાર્જર, 16 AMP ચાર્જિંગ સ્ટેશન અને લાંબા કાર્ડની તપાસ કરશે. અત્યાર સુધી અમે 1650 ચાર્જિંગ સ્ટેશન લગાવ્યા છે અને વર્ષ 2022ના અંત સુધી 20 હજાર લગાવવાનું લક્ષ્ય છે. મેસિવ મોબિલિટી સાથે આ જોડાવ સાથે અમારા ઉદ્દેશ્ય સુધી પહોંચવાના અમારા પ્રયત્નોને વ્યાપક બનાવશે. આ ભાગીદારીથી ન માત્ર એક કંપનીના રૂપમાં પરંતુ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે.

તેમણે કહ્યું કે અમારી કંપની ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર માટે ચાર્જિંગ સોલ્યુસન્સના સ્માર્ટ કનેક્ટેડ નેટવર્કને ડિઝાઇન કરવા પર કરી રહી છે. ક્લાઉડ આધારિત સમાધાનોના માધ્યમથી પાર્કિંગ અને ચાર્જિંગ પોઈન્ટ માલિકોને ઉપયોગકર્તાઓની ચાર્જિંગ સર્વિસને સક્ષમ બનાવવું છે. મેસિવ મોબિલિટી આ નેટવર્કને તૈયાર કરવા માટે એક મોબાઈલ એપ મેસિવ ચાર્જિંગ પણ વિકસિત કરી રહી છે. આ એપ પર યુઝર્સ પોતાનું પ્રોફાઇલ બનાવી શકશે અને ચાર્જિંગ સ્ટેશન પર લાગેલી વાઇ-ફાઈની સુવિધાથી સરળ પેમેન્ટ, ચાર્જિંગ પોઈન્ટની ઓળખ કે લોકેશન વગેરેની જાણકારી મેળવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp