Aprilia 150ને ટક્કર આપવા Hero લાવશે ZIR સ્કૂટર, જાણો શું હશે ખાસિયત

PC: youtube.com

Hero Motocorpનું પાવરફૂલ સ્કૂટર ZIR આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે. Hero ZIR કંપનીનું 150cc સેગમેન્ટમાં આવનારું સ્કૂટર હશે. લોન્ચ પછી તેની કિંમત 70000 રૂપિયાની આસપાસ રહેશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

Hero ZIRનું ભારતમાં Aprilia 150 સાથએ મુકાબલો થશે. આ સ્કૂટરમાં 150CCનું સિંગલ સિલીન્ડર લિક્વીડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 13.88 bHpનો પાવર અને 12.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરનું વજન 139 કિલોગ્રામ છે અને તેની ટોપ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાકની છે.

9 લીટરની પેટ્રોલ ટેન્ક ધરાવતા આ સ્કૂટરમાં ઘણા હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં ડ્યૂઅલ પ્રોજેક્ટર હેડલેમ્પ, ડેટાઈમ રનિંગ લાઈટ્સ, ફ્રન્ટ પ્રોટેક્શન સ્ક્રીન જેવા મુખ્ય ફીચર્સનો સમાવેશ થાય છે. Aprilia 150ની વાત કરીએ તો તેની કિંમત 70 હજારથી શરૂ થાય છે. તેમાં 154.8CCનું એર કૂલ્ડ સિંગલ સિલીન્ડર એન્જિન છે, જે 10.4 bHpનો પાવર અને 11.4 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ડિસ્ક બ્રેકવાળું આ સ્કૂટર સીવીટી ટ્રાન્સમિશનથી લેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp