ફાઇનલી Honda Activa 6G થઈ લોન્ચ, જાણી લો કિંમત

PC: twitter.com

જેની લાંબા સમયથી ઘણા લોકો રાહ જોઇ રહ્યા હતા, તેનો અંત આવી ગયો છે. બુધવારના રોજ Activa 6Gની લોન્ચ થઇ ગઇ છે. Honda Activa લાંબા સમયથી દેશમાં સૌથી વધારે વેચાતુ સ્કૂટર છે. Honda Activa 6G સ્કૂટર હાલના Activa 5Gને રિપ્લેસ કરશે. એક્ટિવા 5Gની સરખામણીમાં નવા સ્કૂટરની ડિઝાઈનમાં ફેરફાર જોવા મળ્યો. સાથે જ સ્કૂટરમાં મેકેનિકલ અપગ્રેડ પણ મળ્યું છે..

Honda Activa 6Gમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં જોવા મળ્યો છે.. આ નવી એક્ટિવા BS6 માપદંડની સાથે આવશે. જેમાં 109.19cc વાળુ એન્જિન BS6 વર્ઝનનું રહેશે. જે 7.96PS નો પાવર અને 9Nm ટોર્ક જનરેટ કરે છે. આ એક્ટિવામાં આઈડલ સ્ટોપ સિસ્ટમની સાથે ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નોલોજી પણ છે.

ફીચર્સઃ

આ સ્કૂટરમાં ફ્યૂલ ફિલર કેપ બહારની તરફ આપવામાં આવશે. તે ઉપરાંત સ્કૂટરમાં 12 ઈંચ અલોય વ્હીલ અને ફ્રંટ ડિસ્ક બ્રેકનો ઓપ્શન પણ મળશે. ગ્રાહક પોતાની પસંદના અનુસાર સ્ટાન્ડર્ડ ડ્રમ બ્રેકનો ઓપ્શન પસંદ કરી શકશે. સ્કૂટરમાં રિડિઝાઈન્ડ LED હેડલેમ્પ અને ફ્રંટ LED ટર્ન સિગ્નલ્સ પણ આપવામાં આવશે.

Image

સ્કૂટરમાં નવી ડિઝાઈનની સાથે સીટ અને ટેલ લેમ્પ આપવામાં આવશે. આ સબ કોસ્મેટિક ફીચર્સ ઉપરાંત આ સ્કૂટરમાં ટેલિસ્કોપિક સસ્પેંશન સેટઅપ આપવામાં આવશે જે ટ્રેલિંગ લિંક ફ્રંટ સસ્પેશન સેટઅપને રિપ્લેસ કરશે. નવા સ્કૂટરમાં અપડેટેડ ચેચિસ પણ આવશે જેથી સ્કૂટરનું ઓવર ઓલ હેન્ડિંગ યોગ્ય હશે.

કિંમતઃ

નવી Activa 6Gની કિંમત 63912 રૂપિયા રાખવામાં આવી છે. આ મોપેડ બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં ઉપલબ્ધ થશે. Activa 5Gથી આની કિંમત 8 હજાર રૂપિયા વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp