Hondaની આ કાર પર મળી રહ્યું છે 4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

PC: automototale.com

ટૂંક સમયમાં તહેવારોના સીઝનની શરૂઆત થવાની છે. તેની વચ્ચે Honda ની કારો પર 4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેના સિવાય જૂની ગાડીને એક્સચેન્જ કરીને પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે. કંપનીની દરેક ઓફરો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણાશે. જાણો ઓફરો વિશે..

Honda Amaze

આ કાર પર કુલ 42 હજાર રૂપિયાની છૂટ મળશે. નવી કાર ખરીદવા પર 12 હજાર રૂપિયાની એક્સિડન્ટ વોરંટી મળશે. તેના સિવાય 16 હજાર રૂપિયાનું 3 વર્ષ માટે મેન્ટેનન્સ પણ મળશે. તો જૂની કાર એક્સચેન્જ કરવા પર 4 થા અને 5 મા વર્ષની 12 હજાર રૂપિયા સુધીની એક્સિડન્ટ વોરંટી મળશે. સાથે જ 30 હજાર રૂપિયાની છૂટ પણ મળશે.

Honda Jazz

આ કાર પર 25 હજારનું કેશ ડિસ્કાઉન્ટ છે તો જૂની કાર એક્સચેન્જ પર 25 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી છે.

Honda WR-V

આ કાર પર 25 હજારનું કેશ ડિસ્કાઉન્ટ છે તો જૂની કાર એક્સચેન્જ પર 20 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી છે.

Honda City

આ કાર પર 30 હજારનું કેશ ડિસ્કાઉન્ટ છે તો જૂની કાર એક્સચેન્જ પર 32 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી છે.

Honda BR-V

આ કાર પર 1.10 લાખનો ફાયદો મેળવી શકો છો. જૂની કારની એક્સચેન્જમાં નવી ખરીદવા પર 35,500 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે, 5 હજારનું અતિરિક્ત ડિસ્કાઉન્ટ અને 26,500 રૂપિયાની એક્સેસરીઝ આપવામાં આવશે.

Honda Civic

આ કાર પર શરતોની સાથે 2 લાખ 50 હજારનું કેશ ડિસ્કાઉન્ટ છે.

Honda CR-V

આ કાર પર શરતોની સાથે 4 લાખ રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ છે. Honda ની આ બધી ઓફરો લોકેશન અને મોડેલના હિસાબે અલગ અલગ હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp