તમારા બ્રાઉઝરમાં રહેલી Cookies પ્રાઈવસીને કરી શકે છે પ્રભાવિત, આ રીતે કરો Delete

PC: softonic.com

Cookies એક નાનકડી ટેક્સ્ટ ફાઈલ હોય છે, જે બ્રાઉઝર દ્વારા લખવામાં આવે છે, તેમાં કોઈ એક સાઈટ સાથે થયેલા તમારા ઈન્ટરેક્શનની જાણકારી આપવામાં આવી છે. તેમાં તમારા લોગઈનનુ યુઝરનેમ અથવા તમે રિટેલ વેબસાઈટ પરથી શું ખરીદ્યુ છે, તેની જાણકારી હોય છે. તે તમારી પ્રાઈવસીને પ્રભાવિત કરી શકે છે. સાથે જ તમારી સિસ્ટમમાં સ્પેસ પણ રોકે છે. એવામાં તેને સિસ્ટમમાંથી ડિલીટ કરવી એ જ એકમાત્ર વિકલ્પ હોય છે. અહીં અમે તમને સિસ્ટમ Cookiesને કઈ રીતે ડિલીટ કરવામાં આવે તેની જાણકારી આપી રહ્યા છીએ. તમારે તેને સમય-સમય પર ડિલીટ કરતા રહેવુ જોઈએ.

Google Chromeમાંથી આ રીતે ડીલિટ કરો Cookies

સૌથી પહેલા તમારે Chromeમાં ઉપરની તરફ જમણી તરફ આપવામાં આવેલા ત્રણ ડૉટ એટલે કે મેન્યૂ પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ સેટિંગ્સ પર ક્લિક કરો. હવે જે પેજ ઓપન થાય તેમાં નીચેની તરફ Advanced પર ક્લિક કરી દો. ત્યારબાદ, Privacy and securityના વિકલ્પ અંતર્ગત આપવામાં આવેલા Clear browsing data વિકલ્પ પર ક્લિક કરી દો. અહીંથી, તમે બ્રાઉઝિંગ ડેટા, Cookies અને કેચ ઈમેજ અને ફાઈલને ડિલીટ કરી શકો છો. તમે તેમાંથી પસંદગી પણ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ Clear data પર ક્લિક કરી દો.

નોંધઃ Cookiesને મેનેજ કરવા માટે તમારે Privacy and securityમાં પાછા જવુ પડશે. ત્યારબાદ Content settings પર ક્લુક કરી Cookies પર ક્લિક કરો. અહીં તમને થર્ડ પાર્ટી Cookiesને બ્લોક કરવાનો વિકલ્પ મળશે.

Mozilla Firefoxમાંથી આ રીતે ડીલિટ કરો Cookies

સૌથી પહેલા તમારે ઉપરની તરફ જમણી બાજુએ આપવામાં આવેલા ત્રણ ડૉટ એટલે કે Menu પર ક્લિક કરવુ પડશે. અહીં તમારે Options પર ક્લિક કરો. ત્યારબાદ Privacy and security પર ક્લિક કરો. અહીં તમને Cookies and site dataનો ઓપ્શન મળશે. હવે, clear data પર ક્લિક કરી દો. cookies and site data પર ટિક કર્યા બાદ જ clear પર ક્લિક કરો.

નોંધઃ આ ઉપરાંત, Manage data લિંક પર ક્લિક કરો. હવે, જે વિંડો આપન થશે તેમાં તમારા ડિવાઈઝમાં રહેલી cookies આપવામાં આવી હશે. તમે Remove Selected અથવા Remove Allમાંથી કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરી શકો છો.

Safariમાંથી આ રીતે ડીલિટ કરો Cookies

Safari યુઝર્સને સરળતાથી સેટિંગ્સ બદલવાની સુવિધા આપે છે. તમને જણાવી દઈએ કે, Windows વર્ઝનથી Safariને દૂર કરવામાં આવ્યુ છે. એવામાં હવે ફોકસ MacOS વર્ઝન પર છે. તેને માટે તમારે સૌથી પહેલા ઉપરની તરફ જમણી બાજુએ આપવામાં આવેલા ત્રણ ડોટ એટલે ક મેનુ પર ક્લિક કરવુ પડશે. ત્યારબાદ, એક જ વારમાં બધુ જ ડિલીટ કરવા માટે Clear History પર ક્લિક કરી દો. જો તમે ડિલીટ થતી વસ્તુઓ પર કંટ્રોલ રાખવા માંગતા હો તો Preferencesની પસંદગી કરી શકો છો.

નોંધઃ Privacy સેક્શનમાં જઈને Block all cookies પર ક્લિક કરી દો. ત્યાં જ Details પર ક્લિક કરી તમે તે જોઈ શકો છો કે તમારા બ્રાઉઝરમાં કઈ-કઈ cookies સ્ટોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp