Hyundaiએ 7 સીટર SUV Alcazar પરથી પડદો હટાવ્યો, આ કારને આપશે કાંટાની ટક્કર

PC: twitter.com

Hyundai Motor India Ltd.એ પોતાની 3 રોવાળી કાર Alcazar પરથી પરદો હટાવી દીધો છે. આ કંપનીની પ્રીમિયમ SUV કાર છે અને તેને 6 અને 7 સીટર વર્ઝનમાં રજૂ કરવામાં આવી છએ. આ SUV કારને બજારમાં ઉતાર્યા પછી તેની સીધી ટક્કર ટાટા સફારી, એમજી હેક્ટર પ્લસ સાથે થશે. આ ઉપરાંત મહિન્દ્રાની આવનારી કાર Mahindra XUV500 સાથે પણ ટક્કર થશે. Hyundai Alcazar એક થ્રી રો SUV છે, જે ક્રેટાને સમાન જ છે પણ તેની ઓવરઓલ ફૂટપ્રિંટ વધારે મોટી છે. તેની અને ક્રેટાની ડિઝાઇનમાં ખૂબ જ વધારે સમાનતા છે. જોકે, ક્રેટાની સરખામણીમાં આ કારમાં વધારે શક્તિશાળી એન્જિન આપવામાં આવ્યું છે. જેમાં સેફ્ટી પર ભાર વધારે આપવામાં આવ્યો છે.

Hyundai Alcazar ફીચર્સ

આ નવી SUVમાં ફ્રંટ પર મોટી જાળી ટાઇમ લાગી છે જેમાં ઘણાં ક્રોમ એલિમેન્ટ્સ લાગ્યા છે. તેના હેડલેમ્પ્સ લગભગ ક્રેટા સમાન છે પણ તેમાં ટોપ અને બોટમ યૂનિટમાં વધારે લાઇટ્સ આપવામાં આવી છે.

ફોગ લેમ્પ હાઉસિંગ પણ મોટી આપવામાં આવી છે અને બંપર ડિઝાઇન શાર્પ છે. અલોય નવી ડિઝાઇનમાં છે અને તેને ડાયમંડ કટ લુક આપવામાં આવ્યો છે. સાઇડમાં સ્ટેપ પ્લેટ આપવામાં આવી છે જેનાથી SUVમાં ચઢવા અને ઉતરવામાં સરળતા રહે.

આ કાર ક્રેટાથી લાંબી છે. SUVની આખી લેંથ પર એક શાર્પ લાઇન ખેંચી છે, જેનાથી તેનો લુક વધારે સારો લાગે છે. ક્રેટાની તુલનામાં Hyundai Alcazarના ટેલ લેમ્પ વધારે મોટા છે.

શાર્પ ફ્લોર, એન્જિન રૂમ, બી પિલર અને ડી પિલર માટે SUVમાં ચોથી પેઢીના રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રિંગ સ્ટ્રક્ચરના કારણે તેની મજબૂતી પણ વધી છે.

Hyundai Alcazarને કંપનીએ 75.6 ટકા એડવાન્સ અને હાઈ સ્ટ્રેંથ સ્ટીલથી બનાવી છે. આના પાર્ટ્સ હોટ સ્ટેપિંગ દ્વારા બનાવાયા છે જેનાથી ફ્રંટ કે સાઇડથી તેની ટક્કરને લઇ તે વધારે સુરક્ષિત છે.

Hyundai Alcazarમાં એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, સરાઉન્ડ વ્યૂ કેમેરા પણ હોઇ શકે છે. Hyundai Alcazarમાં ડ્યુઅલ ટોન ડેશબોર્ડ અને એક 10.25 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોઇ શકે છે.

બ્લૂલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ ચાર્જર, પેનોરેમિક સનરૂફ, ડિજિટલ MID , ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને વેંટિલેટેડ ફ્રંટ સીટ્સ પણ હોવાનું અનુમાન છે.

Hyundai Alcazarમાં ક્રેટાની સમાન 1.5 લીટર U2 CRDi ડીઝલ એન્જિન રહેશે. આ એન્જિનમાં તેનું પેટ્રોલ વર્ઝવ આવશે નહીં. તેના સ્થાને વધુ પાવરફુલ થર્ડ જનરેશન 2.0 લીટર પેટ્રોલ એન્જિનના રૂપમાં ઉપલબ્ધ રહેશે.

પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝન ક્યાં તો 6 સ્પીડ મેન્યુઅલ કે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે. 1.5 લીટર ડીઝલ એન્જિન 113hpનો પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે પેટ્રોલ એન્જિન 156.8hpનો પાવર અને 191.2Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે.

Hyundai Alcazar SUV ત્રણ ડ્રાઈવિંગ મોડ- ઈકો, સિટી અને સ્પોર્ટમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp