ધૂમ મચાવી રહી છે નવી Hyundai i20, માત્ર 10 દિવસમાં વેચાઈ આટલી કાર

PC: hyundai.com

હાલમાં જ લોન્ચ થયેલી Hyundai i20 જબરજસ્ત ડિમાન્ડમાં છે. આ કારને ખરીદવામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોએ રસ દેખાડ્યો હતો. ખાસ વાત એ છે કે આ કોરને લોન્ચ થયાને માત્ર 20 દિવસ થયા છે, તેવામાં કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, તેમણે આ કારને ફેસ્ટીવ સીઝન દરમિયાન કારના 4000 જેટલા યુનિટ્સનું વેચાણ થયું છે.

કંપનીના અધિકારી તરુણ ગર્ગે કહ્યું છે કે, નવી Hyundai i20ને આશા કરતા વધારે રિસપોન્સ મળી રહ્યો છે. આશરે 4000થી વધુ ગ્રાહકોને દિવાળીની સીઝનમાં અમે આ નવીનતમ બ્લોકબસ્ટરની ડિલીવરી કરી છે. એક તરફ માત્ર 10 દિવસમાં ચાર હજાર નવી કારોનું વેચાણ થયું છે.

તેમણે કહ્યું છે કે 85 ટકાથી વધુ ગ્રાહકોને સ્પોર્ટ્ઝ અને તેનાથી ઉપરના વિકલ્પ પસંદ કર્યા છે, જે નવી આવેલી Hyundai i20માં આપેલી નવી ટેક્નીક અને ફીચર્સ તેની મજબૂત માંગને પ્રદર્શિત કરે છે. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં Maruti Suzuki balno, Tata Altroz અને Honda Jazz જેવી કારની પસંદના મુકાબલો કરવા માટે all New Hyundai i20 લોન્ચ કરી હતી, જેની કિંમત 6.79 લાખથી 11.17 લાખ રૂપિયા છે.

સેફ્ટી માટેની વાત કરીએ તો તેમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 6 એરબેગ્સ, ABS, ઈબીડી, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલીટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલીટી મેનેજમેન્ટ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા ફીચર્સ સામેલ છે. તે સિવાય કારમાં એન્ડ્રોઈડ ઓટો, એપ કારપ્લે અને હ્યુન્ડાઈની બ્લૂલિંક કનેક્ટેડ કાર ફીચર્સ છે. એટલું જ નહીં, 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. લોન્ચિંગ દરમિયાન હ્યુન્ડાઈએ કહ્યું હતું કે આ બધી કિંમતો ડિસેમ્બર સુધી લાગુ રહેશે. મતલબ કે ડિસેમ્બર સુધીમાં તમે તેને સસ્તી ખરીદી શકો છો. તેના પછી કારની કિંમતમાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Hyundai i20 તેના પહેલી વખતના લોન્ચથી ભારતીય માર્કેટમાં લોકોની પસંદગીની કારમાંની એક રહી છે. અત્યાર સુધીમાં આ કારના ઘણા નવા મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, જે તમામે તમામ લોકોમાં ઘણા લોકપ્રિય રહ્યા છે અને હાલમાં જ લોન્ચ થયેલું આ નવું મોડેલ પણ લોકોની પસંદ બની રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp