દમદાર ફીચર્સની સાથે આવી રહી છે Hyundaiની સૌથી સસ્તી SUV Caspar

PC: cartoq.com

Hyundaiની અપકમિંગ Mini SUVના નામ પરથી પડદો હટી ગયો છે. આ કારને કંપનીએ હોમ કન્ટ્રી સાઉથ કોરિયામાં Hyundai Caspar નામ આપ્યું છે. આ મોડલ ભારતમાં આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. જોકે ભારતમાં આ કારનું નામ કંઈક અલગ હોઈ શકે છે. આ કારનું ફાઈનલ મોડેલ હજુ બે મહિના પછી લોન્ચ થવાનું છે. કારની ડિજીટલ રેડરીંગ સામે આવી છે. રેન્ડર્ડ મોડલના ફ્રન્ટમાં સર્ક્યુલર પ્રોજેક્ટર હેડલેમ્પ્સ જોવા મળી રહ્યા છે. તેની સાથે સર્ક્યુલર LED DRLs પણ આપવામાં આવ્યા છે. ફ્રન્ટ બમ્પરનું લોઅર પોર્શન ગ્રે કલર ફિનીશની સાથે જોવા મળી રહ્યું છે. આ કાર ડ્યુઅલ ટોન કલર ઓપ્શનની સાથે આવી શકે છે. કારમાં એક ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવા આવી છે જે Apple Car Play અને Android Autoની સાથે આવશે. કંપની આ પોતાની આ નવી કારનું ટેસ્ટિંગ સાઉથ કોરિયામાં કરી રહેલી જોવા મળે છે.

આ કારની ઘણી સ્પાઈ ઈમેજ પણ સામે આવી ચૂકી છે. હાલમાં જ કારનું જે સેમી કેમોફ્લેજ્ડ વર્ઝન છે તે જોવા મળ્યું હતું અને તેને જ લગભગ ફાઈનલ ડિઝાઈન મોડલ માનવામાં આવી રહ્યું છે. Hyundaiની આ કારના એન્જિન અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી પણ માનવામાં આવી રહ્યું છે કે કારમાં 1.0 લિટર ડાયરેક્ટ ઈન્જેક્શન પેટ્રોલ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં Hyundaiની આ કાર માટે સફર સરળ રહેશે નહીં. Tata પણ આ સેગમેન્ટમાં પોતાની નાની SUVલોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતમાં Hyundai Mini SUVની ટક્કર Tata HBX સાથે થશે.

કારમાં ફીચર્સની વાત કરીએ તો કંપની વાયરલેસ ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવીંગ સીટ મળશે. કંપનીના કહેવા પ્રમાણે, તેઓ આ SUVની કિંમત બને તેટલી ઓછી રાખવાની કોશિશમાં છે. જોકે હાલમાં આ Mini SUVની કિંમત અંગે કંઈ પણ કહેવું વહેલું ઘણાશે. તો પણ એક્સપર્ટ્સનું માનવું છે કે કંપની આ કારની કિંમત 4.5 લાખથી લઈને 5 લાખ વચ્ચેની રાખી શકે છે. પોતાની આ પ્રાઈઝ રેન્જમાં આ SUV ઘણી સસ્તી કહેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp