ભારતે નવું કમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-24 સફળતા પૂર્વક લોન્ચ કર્યું

PC: indiatvnews.com

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા પોતાની કોમર્શિયલ બ્રાંચ ન્યુસ્પેસ ઇન્ડ્યા લિમિટેડ (NSIL) દ્વારા બનાવાયેલા નવા કમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-24ને ગુરુવારે સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. સેટેલાઇટની લોન્ચિંગ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગયાનાના કોઉરુથી કરવામાં આવી છે. ટાયરેક્ટ ટુ હોમ (DTH) સેવા પ્રદાન કરતી કંપની ટાટા પ્લેને આ કમ્યુનિકેશન સેટેલાઇટની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. NISLએ ટાટા પ્લેને આ ક્ષમતા લીઝ પર આપી છે. ફ્રાન્સની કંપની એરિયનસ્પેસ દ્વારા સંચાલિત એરિયન-5 રોકેટ દ્વારા GSAT-24ને તેની નિર્ધારિત ભૂસ્થૈતિક કક્ષામાં સફળતા પૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે.

એક નિવેદનમાં કહેવાયું છે કે, GSAT-24 સેટેલાઇટ 24 કેયુ બેન્ડવાળુ એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. તેનું વજન 4180 કિલોગ્રામ છે. આ ડીટીએચ સેવા સંબંધી જરૂરિયાતોને પૂર્ણ કરશે અને અખિલ ભારતીય કવરેજ પ્રદાન કરશે. ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડનું ગઠન માર્ચ 2019માં કરવામાં આવ્યું હતું. તે ભારત સરકારના અંતરિક્ષ વિભાગ હેઠળ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. તે ઇસરોની કોમર્શિયલ બ્રાન્ચ છે. જૂન 2020માં સરકાર દ્વારા ઘોષિત અંતરિક્ષ સુધારાઓ હેઠળ NISLની માગ આધારિત મોડલ પર સેટેલાઇટ મિશન શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ટાટા ગ્રુપની ડાયરેક્ટ ટુ હોમ સેવા પ્રદાન કરતી કંપની ટાટા પ્લેને GSAT-24 કમ્યુનિકેશન સેટેલાઇટની ક્ષમતા લીઝ પર આપવામાં આવી છે. એરિયન-5 રોકેટ દ્વારા GSAT-24 સહિત મલેશિયાઇ ઓપરેટર MEASAT માટે MEASAT-3dને પણ સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષાઓમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. NISLના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાધાકૃષ્ણન દરઇરાજે મીડિયાને કહ્યું છે કે, સંપૂર્ણ મિશન NISL દ્વારા ફંડેડ છે. જેમાં સેટેલાઇટ, લોન્ચ, લોન્ચિંગ કેમ્પેઇન, વીમા, પરિવહન, ઓરબિટમાં દેખરેખ જેવી દરેક વસ્તુ સામેલ છે. તેમણે કહ્યું કે, સેટેલાઇટના કક્ષામાં સ્થાપિત થયા બાદ જ પૂર્ણ રીતે તે NISLના સ્વામિત્વ વાળું હશે. અમે જ આ સેટેલાઇટનું સંચાલન કરીશું.

GSAT-24 આવતા 15 વર્ષો સુધી કામ કરશે અને ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર ટાટા પ્લેને પોતાની સેવાઓ આપશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેની મદદથી ટાટા પ્લે આખા ભારતમાં વધુ સારી રીતે અને સારી ક્વોલિટી સાથે ડીટીએચ સેવાઓ આપી શકશે. એરિયન સ્પેસથી 25મું ભારતીય સેટેલાઇટ લોન્ચ કરાઇ રહ્યું છે. એરિયન સ્પેસે હજુ સુધી 11 GSAT-24 સેટેલાઇટ લોન્ચ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp