ભારતને મળશે ‘નિર્ભય’ તાકાત, હવે ઇસ્લામાબાદ સુધી પ્રહાર કરી શકશે આ મિસાઇલ

PC: khabarindiatv.com

ભારતે એક હજાર કિલોમીટની મારક ક્ષમતાવાળી સબસોનિક ક્રુઝ મિસાઇલ ‘ નિર્ભય’ નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના કિનારે સોમવારે આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ‘નિર્ભય’ એક ટૂ-સ્ટેજ મિસાઇલ છે જે છ મીટર લાંબી અને 0.52 મીટર પહોળી છે. આનો વિંગસ્પેન 2.7 મીટર લાંબો છે. આ મિસાઇલ 0.6-0.7 મૈકની ગતિથી વોરહેડ લઇ જઇ શકે છે. આનું પ્રક્ષેપણ વજન લગભગ 1500 કિલોગ્રામ છે.

DRDO ના વૈમાનિક વિકાસ પ્રતિષ્ઠાન બેંગ્લુરૂ દ્વારા વિકસિત નિર્ભય ઓટો પાયલટ અને નેવિગેશન ટેકનિકનો ઉપયોગ કરે છે જે નિશાંત અને રૂસ્તામ UAV  માટે વિકસિત કરવામાં આવ્યું છે.

આ પહેલા 12 માર્ચ 2013ના રોજ આયોજિત ‘નિર્ભય’ ના પહેલા પરીક્ષણમાં કેટલીક ક્ષતિઓના લીધે તેનું પરીક્ષણ વચ્ચે જ સમાપ્ત કરવામાં આવ્યું હતું. જો કે 17 ઓક્ટોબર 2014 ના રોજ તેનું બીજું પરીક્ષણ કરવામાં આવ્યું જે સફળ રહ્યું હતું. 16 ઓક્ટોબર 2015ના રોજ કરવામાં આવેલા પરીક્ષણમાં મિસાઇલ 128 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તે પોતાનો રસ્તો ભટકી ગયું હતું.

21 ડિસેમ્બર 2016ના રોજ આયોજિત પરીક્ષણના 700 સેકન્ડ બાદ તેને નિરસ્ત કરવામાં આવ્યું હતું કારણ કે એ વખતે તે પણ મિસાઇલ પોતાના માર્ગથી ભટક્યું હતું. 2017માં દેશી મિસાઇલ પ્રણાલીના પ્રયોગ વખતે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp