માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે ઈન્સ્ટાગ્રામ

PC: theverge.com

આજકાલ યુવા પોતાનો સમય સોશિયલ મીડિયા પર જ પસાર કરે છે. ઇન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક, વોટ્સએપ ચેક કરવો, ફોટોઝ તેમજ મેસેજ મોકલો જેવા વિષય પર આખો દિવસ પસાર કરી નાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો ખરાબ છે? જો તમને વિશે જાણકારી નથી તો અમે તમને એક અભ્યા દ્વારા આ વિશેની સમગ્ર માહિતી જણાવીશું.

આ વિશે હાલમાં થયેલી એક સ્ટડીમાં સામે આવ્યુ છે. રોયલ સોસાયટી ફોર પબ્લિક એન્ડ યંગ હેલ્થ મૂવમેન્ટ દ્વારા કરેલી સ્ટડી મુજબ, ઈન્સ્ટાગ્રામ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ખરાબ છે.

આ સર્વે માટે, યૂકેમાં રહેતા 1,500 કિશોરોએ 5 સૌથી વધારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રેન્કિંગ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટરનો સમાવેશ થયો હતો. જેથી યુવાઓની ઉંઘ, ડિપ્રેશન, ફિઅર ઓફ મિસિગ આઉટ અને બોડી ઇમેજ પર શું ફરક પડે છે, તેના આધાર પર તેને રેટ કરવાનું હતું.

આ એપ્સનો સકારાત્મક અને નકારાત્મક અસરના આધાર પર રેન્કિંગની કરવામાં આવ્યુ હતુ. આ 5 એપ્સમાંથી ઇન્સ્ટાગ્રામને સૌથી ખતરનાક એપ માનવામાં આવી. ઇન્સ્ટાગ્રામના વિશે સૌથી મોટી સમસ્યા એ છે કે આ યુવતીઓ અને મહિલાઓના અંદર તેની જ ઇમેજ અને બોડી લુક માટે ઈનસિક્યોર બનાવી દે છે. તેનુ કારણ છે ફોટોશોપ્ડ તસવીર.

પર્ફેક્ટ દેખાવા માટે ઇન્સ્ટાગ્રામ તરૂણો અને યુવાઓ પર આ ખરાબ પ્રભાવ છે કે સોશિયલ મીડિયા પર ફોટોઝને પોસ્ટ કરવા માટે ખાસ કરીને ફોટોઝ ક્લિક કરે છે તેને ફિલ્ટર કરવામાં વધુ સમય પસાર કરે છે, જે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp