iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini અને iPhone 13 Pro Max લોન્ચ, જાણો કિંમત

PC: financialexpress.com

ગઇકાલે એપલનો ઈવેન્ટ હતો. આ ઈવેન્ટમાં નવા iPhone ઉપરાંત અન્ય બીજા પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં iPhone 13 અને iPhone 13 મિની લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનનને નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં iPhone 13 સીરિઝ લોન્ચ કરવામાં આવી છે.

શું છે iPhone 13 સીરિઝના ફીચર્સ અને સ્પેસિફિકેશન

iPhone 13ના આ ચારેય મોડલ એપ્પલના A15 બાયોનિક ચિપસેટમાં ઉપલબ્ધ છે. પાછલા આઈફોનની તુલનામાં આ 50 ટકા વધારે સારા પ્રદર્શન આપશે. iPhone 13 અને મિનીમાં 4 કોરવાળું સીપીયૂ છે અને iPhone 13 પ્રો અને પ્રો મેક્સમાં 6 કોરવાળું સીપીયૂ છે. આ કોઇપણ સ્માર્ટફોનમાં આપવામાં આવતું અત્યાર સુધીનું સૌથી ફાસ્ટ સીપીયૂ છે.

iPhone 13 મિની અને પ્રો મોડલની બેટરીની વાત કરીએ તો પાછલા મોડલની તુલનામાં 1.5 કલાકથી વધારે બેટરી બેકઅપ મળશે અને iPhone 13 અને પ્રો મેક્સમાં 2.5 કલાકથી વધારે બેકઅપ મળશે.

ચારેય મોડલની સ્ક્રીન સાઇઝ પાછલા મોડલ જેવી જ રહેશે અને નોચને આ વખતે 20 ટકા ઓછું કરી દેવામાં આવ્યું છે. iPhone13 માં ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જે 12 મેગાપિક્સલ વાઇડ અને 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ સેંસરની સાથે આવે છે. જેમાં એક નવું સિનેમેટિક મોડ પણ આપવામાં આવ્યું છે. આ વીડિયોગ્રાફી માટે બેસ્ટ ફીચર છે. સેલ્ફી અને વીડિયોકોલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

તો વળી iPhone 13 પ્રો અને પ્રો મેક્સમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે પણ આમાં 12 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

કલરઃ

iPhone 13 પ્રો અને પ્રો મેક્સ આ બંને મોડલ ગ્રેફાઇટ, ગોલ્ડ, સિલ્વર અને સિએરા બ્લૂ કલર ઓપ્શનમાં મળશે. જ્યારે iPhone 13 અને iPhone 13 મિની આ બંને મોડલ પ્રોડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિંક કલર ઓપ્શનમાં મળશે.

કિંમતઃ

iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max કુલ ચાર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.. iPhone 13 અને iPhone 13 Mini 3 સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જે 128GB, 256GB અને 512GB છે. આ 3 વેરિયન્ટ્સમાં iPhone 13 Mini ની કિંમત ભારતમાં ક્રમશઃ - 69,900, 79,900 અને 99,900 રૂપિયા રહેશે.

તો iPhone 13 Pro, iPhone 13 Pro Max 1TB સુધીની સ્ટોરેજ સાથે મળશે. 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256GB ની 1,29,900 અને  512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,49,900 રૂપિયા રહેશે, 1TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,69,900 રૂપિયા છે.

iPhone 13 Pro Max ના દરેક મોડલ 1,29,900, 1,39,900, 1,59,900 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે અને 1TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,79,900 રૂપિયા છે. આ સીરિઝ 5G આધારિત છે.  ભારતમાં આ સ્માર્ટફોન્સનું વેચાણ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને રિટેલ સ્ટોર પર 24 સપ્ટેમ્બરથી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp