ISROએ ચંદ્રયાન-2 મિશનની તસવીરો જાહેર કરી

PC: indiatimes.com

ચંદ્ર પર પોતાનું રોવર ઉતારવાના ભારતના મહત્વાકાંક્ષી અને બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-2 ને લોન્ચ કરવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ દેશનો ઉત્સાહ વધી રહ્યો છે. આગામી મહિને 9થી 16 જુલાઈ વચ્ચે લોન્ચ થઈ રહેલા મિશનના મોડ્યુલની એક ઝલક ISROએ (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) બુધવારે આપી હતી. 10 વર્ષમાં બીજી વખત ચંદ્ર પર જવાના મિશન સાથે જોડાયેલા પ્રથમ ફોટાઓ આવવાથી તેનો રોમાંચ પણ વધી રહ્યો છે.

ચંદ્રયાન -2 મિશનના ત્રણ મોડ્યુલમાં એક ઓર્બિટર, લેન્ડર અને એક રોવર છે. જે લોન્ચ વ્હીકલ GSLV MK-3 સ્પેસમાં લઇને જશે. ખાસ વાત એ છે કે આ લોન્ચ વ્હીકલને ભારતમાં બનાવવામાં આવ્યું છે. ચંદ્રયાન -2ના લેન્ડરને વિક્રમ અને રોવરને પ્રજ્ઞા નામ આપવામાં આવ્યું છે. રોવર પ્રજ્ઞા માટે લેન્ડર વિક્રમની અંદર રાખવામાં આવશે અને ચંદ્રની સપાટી પર વિક્રમના લેન્ડ થવા પર તેને ડિપ્લોય કરવામાં આવશે.

ISROના જણાવ્યા અનુસાર, ઓર્બિટર મિશન દરમિયાન ચંદ્રના ચક્કર લગાવશે અને પછી ચંદ્રના સાઉથ પોલ પાસે લેન્ડ થશે. ચંદ્રની સપાટી પર પહોંચવાથી 6 પૈંડાવાળું પ્રજ્ઞા સપાટી છોડશે જ્યાં તે કેટલાક પ્રયોગ કરશે. આ બધું ધરતી પર બેઠેલા ISROના સાયન્ટિસ્ટ નિયંત્રણ કરશે. ભારતના લુનર મિશન આગળ વધવા ઉપરાંત, ચંદ્રયાન-2ને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ કરશે. આ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એક એક્સપરીમેન્ટ પણ લઇને જશે.

ચંદ્રયાન -2ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ભારત માટે આ ગૌરવની વાત છે કે 10 વર્ષમાં બીજીવાર આપણે ચંદ્ર પર મિશન મોકલી રહ્યા છીએ. ચંદ્રયાન -1ને 2009માં મોકલવામાં આવ્યો હતો. જોકે, તેમાં રોવર સામેલ ન હતું. ચંદ્રયાન -1માં માત્ર એક ઓર્બિટર અને ઇમ્પ્ક્ટર હતું જે ચંદ્રના દક્ષિણ પોલ પર પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp