જો લેન્ડર અને રોવર ફરી ન જાગ્યા તો શું થશે? ISROએ આપ્યો જવાબ

PC: twitter.com/isro

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આ મહિનાની શરૂઆતમાં ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સૂવાડી દીધા બાદ તેની સાથે સંચાર ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ISROએ 2 સપ્ટેમ્બરના રોજ એક્સ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં જાહેરાત કરી કે પ્રજ્ઞાન રોવરે ચંદ્રમા પર પોતાનું બધુ કામ પૂરું કરી લીધું છે અને હવે તેને સુરક્ષિત રૂપે પાર્ક કરી દેવામાં આવ્યું છે અને સ્લીપ મોડમાં સેટ કરી દેવામાં આવ્યું છે. અંતરીક્ષ એજન્સીએ કહ્યું કે, APXS અને LIBS પેલોડ બંધ છે.

આ પેલોડથી ડેટા લેન્ડરના માધ્યમથી પૃથ્વી પર પ્રેષિત કરવામાં આવે છે. હાલમાં બેટરી પૂરી રીતે ચાર્જ છે. સૌર પેનલ 22 સપ્ટેમ્બર, 2023ના રોજ અપેક્ષિત આગામી સૂર્યોદય પર પ્રકાશ પ્રાપ્ત કરવા માટે ઉન્મુખ છે. રિસિવર ચાલુ રાખવામાં આવ્યું છે. વિક્રમ લેન્ડરને પણ એક સંક્ષિપ્ત હોપ સફળતાપૂર્વક પૂરું કરવા અને પોતાના મિશનના ઉદ્દેશ્યોને પાર કર્યા બાદ બંધ કરી દીધું હતું. બંને મોડ્યૂલને ચંદ્ર રાત માટે સ્લીપ મોડમાં રાખવામાં આવ્યા હતા, જે પૃથ્વી પર લગભગ 14 દિવસો બરાબર છે.

લેન્ડર અને રોવરને સૂવાડતી વખત ISROએ કહ્યું હતું કે જો આ બંને ન જગ્યા તો ભારતના ચંદ્ર રાજદૂતના રૂપમાં હંમેશાં માટે ત્યાં જ રહેશે. ISROએ લખ્યું કે, ‘અસાઇમેન્ટના બીજા સેટ માટે સફળ જાગૃતિની આશા! અન્યથા, એ હંમેશાં ભારતના ચંદ્ર રાજદૂતના રૂપમાં ત્યાં રહેશે.’ 22 સપ્ટેમ્બરના રોજ જ્યારે સૂર્યોદયની આશા હતી, ISROએ રોવર અને લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળી. ISROએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા જેથી તેમના જવાની સ્થિતિની જાણકારી મળી શકે.

હાલમાં તેમની તરફથી કોઈ સંકેત મળ્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ યથાવત રહેશે. વિશેષ આશા કરી રહ્યા છીએ કે રોવર અને લેન્ડર ચીનના ચંદ્ર લેન્ડર ચાંગ ઇ-4 અને રોવર યુતુનું ઉદાહરણ આપતા સવારે જાગી શકે છે, જેમણે વર્ષ 2019માં પોતાની પહેલી રાતથી બચ્યા બાદ ફરીથી કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. જો કે, ISROના પૂર્વ અધ્યક્ષ એસ.એ. કિરણ કુમારે જણાવ્યું કે, એ જરૂરી નથી કે ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર જાગી જાય કેમ કે ચંદ્રમા પર રાત દરમિયાન તાપમાન માઇનસ 200 થી માઇનસ 250 ડિગ્રી સેલ્સિયસ સુધી પડી જાય છે અને બેટરીને તેના માટે ડિઝાઇન કરી નથી.

એવા અત્યધિક તાપમાન પર સંગ્રહિત કે સંચાલિત કરવું જોઈએ. ISROના પૂર્વ વૈજ્ઞાનિક તપન મિશ્રાએ જણાવ્યું કે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને મૂળ રૂપે માત્ર 14 દિવસ સુધી સંચાલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જો તે પહેલી ચંદ્ર રાતમાં જીવિત રહ્યા તો તેઓ વધુ રાત પસાર કરવામાં સક્ષમ હશે. જો તે એક રાત સુધી જીવિત રહે છે તો મને વિશ્વાસ છે કે અન્ય ઘણી ચંદ્ર રાતો સુધી જીવિત રહેશે અને એ સંભવતઃ 6 મહિનાથી એક વર્ષ સુધી કામ કરી શકે છે. એ ખૂબ સારી વાત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp