Royal Enfieldને ટક્કર આપવા માટે ભારતમાં Mahindra લોન્ચ કરશે આ બાઈક

PC: autocarindia.com

Mahindra ગ્રુપની કંપની ક્લાસિક લીજેન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ પોતાની લોકપ્રિય જૂની મોટરસાયકલ બ્રાન્ડ Javaને આવતા અઠવાડિયે ફરીથી ભારતીય બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ક્લાસિક લીજેન્ડ્સમાં Mahindra Groupની 60 ટકા ભાગીદારી છે. કંપનીની યોજના 15 નવેમ્બરે પોતાની પ્રોડક્ટ રજૂ કરશે. કંપની 250ccથી ઉપરની મોટરસાયકલ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Java મોડલ ક્યારે બજારમાં આવશે તે અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ 15 નવેમ્બરે પ્રોડક્ટ લોન્ચિંગ બાદ તેની જાહેરાત કરવામાં આવી શકે છે. Javaએ મોટરસાયકલ શ્રેણીમાં એન્ટ્રી કરશે, જેમાં હાલ Royal Enfieldનો દબદબો છે. આ ઉપરાંત, Harley Davidson અને Trayamph જેવી વિદેશી કંપનીઓ પણ આ બજારમાં છે.

ક્લાસિક લીજેન્ડ્સને ગુરુવારે 293cc લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિનનું પ્રદર્શન કર્યું હતું. આ એન્જિન Javaની મોટરસાયકલમાં લગાડવામાં આવશે. હાલ તેની કિંમત અંગે પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે, તેની કિંમત 1.5 લાખની આસપાસ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp