જિયોએ લોન્ચ કર્યો 'કુંભ જિયોફોન', આપશે મેળા સાથે જોડાયેલી દરેક જાણકારી

PC: dainikbhaskar.com

15 મી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અર્ધકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે રિલાયન્સ જિયોએ 'કુંભ જિયોફોન' રજૂ કર્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં કુંભ મેળાથી સંબંધિત તમામ નાની-મોટી જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત, કુંભમાં આવતા યાત્રાળુઓ પણ આ ફોનની મદદથી ટ્રેન અને બસ સ્ટેશનની માહિતી સાથે કયા દિવસે કયું સ્નાન થવાનું છે તેની માહિતી પણ મેળવી શકશે. આ સાથે જ આ ફોનમાં કુંભથી સંબંધિત દરેક માહિતી મેળવવા માટે એક હેલ્પાલઇન નંબર '1991' પણ આપવામાં આવ્યો છે.

ટિકિટ પણ કરી શકાશે બુક

કુંભ જિયોફોનમાં ઘણાં ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. જે અહીં આવતા યાત્રાળુઓને મદદ કરશે. કુંભ જીયોફોનથી ટ્રેન અને બસની રીઅલ-ટાઇમ મુસાફરીની માહિતી તો મળશે જ પણ સાથે તેનાથી ટિકિટ પણ બુક કરી શકાશે. આ ઉપરાંત, આ ફોનથી રસ્તા અને નક્શા પણ જોઈ શકાશે.

ખોવાયેલા લોકોને શોધવામાં મદદ કરશે આ ફોન

કુંભ જીયોફોનમાં 'ફેમિલી લોકેટર' નામનું એક ફીચર આપવામાં આવ્યું છે. જે ગુમ થયેલ લોકોને શોધવામાં મદદ કરશે. આ ફીચરની મદદથી લોકો તેમના સંબંધીઓના લોકેશનને જાણી શકશે. આ સિવાય, કુંભના ખાસ કાર્યક્રમો અને આયોજનો પણ જિયોટીવી પર જોઈ શકાશે. તેમજ કુંભ રેડિયો પર 24x7 ભક્તિ ગીત અને ભજન સાંભળી શકાશે. આ સાથે જ કુંભ સાથે જોડાયેલા એલર્ટ પણ આ ફોન પર મળશે.

ગૂગલ વોઇસ આસિસ્ટન્ટનો સપોર્ટ

કુંભ જિયોફોનમાં ગૂગલનું વોઇસ આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે. જેથી વગર કંઈ ટાઇપ કરે માત્ર બોલીને જ ફોનને કમાન્ડ આપી શકાશે. આ સિવાય તેમાં ડેઇલી ક્વિઝ પણ રમી શકાશે. જેમાં કુંભ સંબંધિત સવાલોના જવાબ આપીને પુરસ્કાર પણ જીતી શકાય છે. આ સાથે જ તેમાં જિયો સિનેમા, જિયો સાવન મ્યુઝિક, જિયો ગેમ્સ, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ અને ગૂગલ મેપ્સ સહિત ઘણી પ્રકારની એપ્લિકેશન્સ આવેલી છે.

માત્ર 501 રૂપિયામાં ખરીદી શકાશે ફોન

કુંભ જિયોફોન, રિલાયન્સ જિયોનો 1500 રૂપિયાનો ફીચર ફોન છે પરંતુ તેમાં કુંભ સંબંધિત બધી માહિતી મેળવી શકાશે. કંપનીના જણાવ્યા મુજબ, આ ફોન ફક્ત 501 રૂપિયાના એક્સ્ચેન્જ ઓફર હેઠળ ખરીદી શકે છે. ઓફર હેઠળ, આ ફોનની ખરીદી પર 501 રૂપિયાની રિફંડપાત્ર સિક્યોરિટીરૂપે 594 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જેમાં 6 મહિના માટે અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp