ભારતમાં સૌથી મોટા ડિજિટલ એંગેજમેન્ટ પ્લેટફોર્મનું સર્જન કરશે Jio

PC: india.com

રિલાયન્સ Jio ઇન્ફોકોમ લિમિટેડ (Jio)એ ભારતીય બજાર માટે સ્ક્રિન્ઝ સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી હતી. સ્ક્રિન્ઝ વિશ્વ સ્તરે ટોચના પ્રસારણકર્તાઓ દ્વારા ઉપયોગોમાં લેવામાં આવતું મનોરંજન આધારીત આદાન-પ્રદાન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. આ ભાગીદારીથી Jioની વર્તમાનમાં ચાલી રહેલી Jio ક્રિકેટ પ્લે અલોંગ ગેમીફિકેશન પ્લેટફોર્મમાં ઉમેરો થશે. હાલમાં Jio ક્રિકેટ પ્લે અલોંગમાં 6.5 કરોડથી વધારે લોકો ક્રિકેટની સાથે રમી રહ્યા છે. આ ઉપરાંત Jio કૌન બનેગા કરોડ પતી પ્લે અલોંગ ગેમ માં પણ સામાન્ય માણસ ઘરે બેઠાં રમતમાં ભાગીદાર બની રહ્યો હતો.

આ ભાગીદારી સાથે Jio સ્ક્રિન્ઝ ભારતમાં મનોરંજન આધારીત રમતો પૂરું પાડતું સૌથી મોટું અને એકમાત્ર પ્લેટફોર્મ બની જશે. આ પ્લેટફોર્મ પ્રસારણકર્તાઓ અને પ્રકાશકોને મોટાપાયા પર લોકોને પ્રવૃત્તિશીલ બનાવતું કન્ટેન્ટ પેદા કરવામાં મદદ કરશે. આ પ્લેટફોર્મમાં વિવિધ પ્રકારના કન્ટેન્ટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા પાસાઓનો સમાવેશ થાય છે, જેનો ઉપોગ જીવંત પ્રસારણ, પ્રસારણકર્તા અને દર્શકો વચ્ચે રીયલ-ટાઇમ ઇન્ટરએક્શન પ્રદાન કરીને દર્શકોને જોવા ઉપરાંત તેમાં પ્રવૃત્તિમય પણ રાખી શકે છે.

ઉદ્યોગજગતના નિષ્ણાંતોનું માનવું છે કે બે-સ્ક્રિન ધરાવતો અનુભવ પરિવર્તનકારી છે અને તે ટેલિવિઝન અને મોબાઇલમાં જાહેરાતમાં સમૂળગું પરિવર્તન લાવશે.
છેલ્લા કેટલાક દિવસોમાં Jio દ્વારા પ્રારંભ કરવામાં આવેલું આ બીજું નવીનતમ બ્રાન્ડ એંગેજમેન્ટ પ્લેટફોર્મ છે.
ગયા અઠવાડિયે, Jioએ વિશ્વનું સૌ પ્રથમ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારીત બ્રાન્ડ એંગેજમેન્ટ પ્લેટફોર્મ Jioઇન્ટરકનેક્ટ લોન્ચ કર્યું હતું.

Jio સ્કિન્ઝ પ્લેટફોર્મના ફિચર્સઃ

  • Jio સ્ક્રિન્ઝ પ્લેટફોર્મ ટીવી શો દરમિયાન પ્રસારણકર્તા અને દર્શકો વચ્ચે ક્વિઝ, પોલ્સ અને વોટીંગના માધ્યમથી રીયલ ટાઇમ ટુ-વે સંવાદ પૂરો પાડે છે.
  • તે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સી.એમ.એસ.)નો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય તેવી સગવડ પૂરી પાડે છે જેનાથી પ્રસારણકર્તાઓ ઇન્ટરએક્ટીવ એંગેજમેન્ટને યોગ્ય રીતે ડિઝાઇન અને સર્જન કરીને તેનો પ્રારંભ કરી શકે.
  • આ એસ.ડી.કે.ના ઉપયોગથી એન્ડ્રોઇડ, આઇ.ઓ.એસ અને Jio કાઇ-ઓ.એસ. સહિતની કોઇપણ ઓપરેટીંગ સિસ્ટમ માટે ડિજીટલ એપને સક્ષમ બનાવે છે.
  • Jio સ્ક્રિન્ઝ ગૂગલ, ફેસબૂક અને ટ્વીટર સહિતના વિવિધ સોશ્યલ નેટવર્ક્સને સપોર્ટ કરે છે. 
  • સતત શિક્ષણ અને અભિપ્રાય માટે તે સમૃધ્ધ ડેટા રીપોર્ટીંગને સપોર્ટ કરે છે અને દરેક વપરાશકર્તા માટે અનોખી પ્રોફાઇલ તૈયાર કરીને ટાર્ગેડેટ એડવર્ટાઇઝમેન્ટને શક્ય બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp