માર્કેટમાં થશે Kia કંપનીની SUVની એન્ટ્રી, જે હશે સૌથી નાની SUV

PC: kia.co.nz

દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક કંપની Kia આગામી વર્ષે તેની નવી SUV સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરશે. આ નવી SUV એસપી કોન્સેપ્ટ પર આધારિત હશે. આ કાર આ વર્ષે ઓટો એક્સ્પોમાં પણ રજૂ કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, Kia કંપનીની કાર જે બીજા નવા મોડલ સાથે ભારતીય ભારતીય બજારમાં આવવાની છે તે મારુતિ બ્રેઝા, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને હ્યુન્ડાઇની આવનારી કોમ્પેક્ટ SUVને ટક્કર આપશે.

કાર્ટોકના જણાવ્યા પ્રમાણે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે Kiaની આ નવી SUV કંપની દ્વારા બનાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી નાની SUV હશે. ઓટોકેર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ નવી Kia સબ-4 મીટર કોમ્પેક્ટ SUVમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપરાંત ઘણી ઉત્તમ અને અદ્યતન સુવિધાઓ હશે. આ ઉપરાંત, તેની સ્ટાઇલ અને ઈન્ટિરિયર પણ પ્રીમિયમ હશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે Kiaની આવનારી SUVમાં એ જ પાવરટ્રેન વિકલ્પ હશે જે હ્યુન્ડાઈની આગામી સ્ટાઈએક્સમાં પણ જોવા મળશે. હ્યુન્ડાઇની આવનારી SUVની તુલનામાં આ SUVમાં સ્પોર્ટી સસ્પેન્શન હોઈ શકે છે. Kia હ્યુન્ડાઈ મોટર ગ્રુપની પેટાકંપની છે અને ભારત માટે તેણે મોટી યોજનાઓ બનાવી છે. કીયા 18 મહિનાની અંદર ભારતમાં 5 નવી કાર લોન્ચ કરશે. તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. Kia મોટર્સ આંધ્રપ્રદેશમાં તેના ઉત્પાદન એકમની સ્થાપના કરી રહ્યું છે. જ્યાં તે દર વર્ષે 3 લાખ કાર બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp