દુનિયાની સૌથી મોંઘી વિન્ટેજ કાર છે ભારતમાં, અરબ શેખ પણ જોવે છે ખરીદવાનું સપનું

PC: patrika.com

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન ઉમ્મેદ ભવન પેલેસમાં થઈ રહ્યાં છે તેથી આ મહેલ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. ઉમ્મેદ ભવન માત્ર ભારતનો જ નહીં પણ આખી દુનિયાના સૌથી મોટા મહેલોમાંનો એક છે. આ મહેલમાં 347 રૂમો છે અને આ મહેલને ત્રણ અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પહેલા ભાગમાં મ્યુઝિયમ છે તો બીજા ભાગમાં હોટલ અને ત્રીજા ભાગમાં મહારાજા ગજ સિંહનો પરિવાર રહે છે. આ પેલેસને દુનિયાની સૌથી શાનદાર હોટલ પણ માનવામાં આવે છે. તેના માલિક પૂર્વ સાંસદ ગજસિંહ રાઠોડ માત્ર પોતાના આ મહેલને લઇને જાણીતા છે જ પણ સાથે તેમનો વિન્ટેજ ગાડીઓ રાખવાનો શોખ પણ આખા વિશ્વમાં તેમની અલગ ઓળખાણ આપી ગયો છે.

જોધપુરના પૂર્વ મહારાજા અને પૂર્વ સાંસદ ગજસિંહની એક વિન્ટેજ કાર ભારતના કે વિશ્વના અન્ય કોઈ મોટા ધનવાન વ્યક્તિ પાસે નથી. ગજસિંહની કારો આખી દુનિયામાં અલગ-અલગ એક્ઝિબિશન અને રેલીઓમાં પ્રદર્શિત થતી જોવા મળતી હોય છે. ગજસિંહ પાસે ખાસ 1927 મોડલની રોલ્સ રોય ફેંટમ વિડોવર્સ લિમોઝિન કાર છે. પૂર્વ મહારાજાની આ કારે દુનિયામાં બહુ બધી સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઘણાં અવોર્ડ પણ પોતાના નામે કર્યાં છે. આ એક શાનદાર રોયલ વિન્ટેજ કાર છે જેણે તાજેતરમાં જ એક અવોર્ડ જીત્યો જેણે પૂર્વ સાંસદ ગજસિંહે પ્રાપ્ત કર્યો હતો.

આ કારને મહારાજ ઉમ્મેદસિંહે મંગાઈ હતી અને આ કાર ખાસ કરીને મહિલાઓ માટે મંગાવાઈ ગતી. આ કારને એલ્યુમિનિયમ પોલિશથી બનાવવામાં આવી હતી અને તેની પર વાદળી રંગના કાચના પડદા લાગેલા છે. જેનાથી કારની અંદર બેઠેલી મહિલાઓને બહારથી કોઈ જોઈ ન શકે. પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ શાહી કારમાં 7.7 લીટરનું 6 સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું હતું જે 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે સજ્જ કરવામાં આવી હતી. આ લક્ઝરી કારમાં 4 દરવાજા છે. વ્હીલ્સની વાત કરવામાં આવે તો આ કારના વ્હીલબેઝ 3644.9 એમએમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp