OnePlusના નવા Bullet Wireless ઈયરફોન, જાણો કિંમત અને ફીચર્સ

PC: bgr.in

પ્રિમીયમ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું પ્રભૂત્વ વધારતા ચીની સ્માર્ટફોન કંપની OnePlusએ હાલમાં જ ગ્લોબલ માર્કેટમાં પોતાનો ફ્લેગશીપ સ્માર્ટફોન OnePlus 6 અને Wireless Bullet ઈયરફોન લોન્ચ કર્યા છે. તો ચાલો જોઈ લઈએ કઈ ખાસિયત ધરાવે છે આ ઈયરફોન...

યુઝર્સ એક્સપિરીયન્સને સરળ અને વધારે સારો બનાવીને કંપનીએ નવા ઈયરફોન લોન્ચ કર્યા છે. OnePlusના ઈન વાયરલેસ ઈયરફોનમાં યુઝર્સને સારી મ્યુઝિક કેવોલિટી મળશે. USB-C પોર્ટ દ્વારા આ વાયરલેસ ઈયરફોનને ઝડપથી ચાર્જ કરી શકાશે.

યુઝર ફ્રેનડ્લી અને ઈઝી એક્સપિરીયન્ટ માટે કંપનીએ Bullet Earphoneને ડ્યુરેબલ અને કમ્ફર્ટ ડિઝાઈનમાં બનાવવામાં આવ્યા છે. જેનાથી યુઝર્સ સરળતાથી ગુગલ આસિસ્ટ, કોલ અને મ્યુઝિક વચ્ચે સ્વિચ કરી શકશે.  Wireless Bullet ઈયરફોનના ખાસ ફીચરની વાત કરીએ તો તેમાં મેગ્નેટિક કંટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરને લીધે યુઝર્સને વારંવાર મ્યુઝિક સ્ટોપ કરવાની જરૂર રહેશે નહીં. મ્યુઝીક સ્ટોપ કરવા માટે યુઝર્સે માત્ર મેગ્નેટિક ઈયરફોનને એક સાથે જોડવા પડશે, જેના પછી મ્યુઝિક બંધ થી જશે અને આગળનું મ્યુઝિક ફરીથી ત્યાંથી જ શરૂ થશે.

બેટરી બેક અપ અને ફાસ્ટ ચાર્જિંગની વાત કરીએ તો આ ઈયરફોન માત્ર 10 મિનીટમાં ચાર્જ થઈને 5 કલાક સુધી બેટરી બેકઅપ આપશે. મ્યુઝીક અને કોલની સાથે આ Wireless Bullet ઈયરફોનમાં ગુગલ આસિસ્ટના ફીચરને સરળતાથી એક્સેસ કરી શકાશે.

પાણી અને વરસાદમાં ભીના થવાના ખતરાને ધ્યાનમાં રાખીને કંપનીએ પોતાના આ ઈયરફોનને સંપૂર્ણ રીતે વોટર રેસિસટન્ટ બનાવ્યા છે જેથી સરળતાથી તેનો ઉપયોગ કરવામાં આવી શકે. ભારતમાં આ Wireless Bullet ઈયરફોનની કિંમત 3999 રૂપિયા રાખવામાં આવી છે અને આવતા મહિનાથી તે વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp