Audiની આ 1.10 કરોડની કારનો પહેલો માલિક બન્યો કોહલી, જાણો ફીચર્સ

PC: tosshub.com

Audiએ હાલમાં જ પોતાની નવી RS5 Coupe લોન્ચ કરી છે. આ RS5 Coupeમાં ઘણું પાવરફૂલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનો પહેલો માલિક બન્યો છે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી. તો ચાલો જોઈ લઈએ ગાડીની કિંમત અને ફીચર અંગે.

આ કારની એક્સ શોરૂમ કિંમત 1.10 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલી ભારતમાં તેનો પહેલો માલિક છે. જણાવી દઈએ કે વિરાટ Audi ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેની પાસે ઘણી લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર છે. તે પોતાને પણ કારોનો શોખીન છે.

Audi RS5 Coupe સેકન્ડ જનરેશન મોડેલ છે. તેને ભારતમાં CUV એટલે કે કમ્પ્લીટલી બીલ્ટ યુનિટ તરીકે ઈમ્પોર્ટ કરવામાં આવશે. Audi RS5 Coupe કારને નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેનું વજન ઓછું અને પરફોર્મન્સ ઘણું સારું છે. વિરાટ કોહલી પાસે Audi RS6 પણ છે. તે સિવાય તેની પાસે Audi A8 L, R8 V10 અને Q7 પણ છે.

કારમાં કાર્બન ફાઈબર રૂફનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. નવા બમ્પર્સ, મેટ્રીક્સ, એલઈડી હેડલેમ્પ્સ, મોટા ફ્રન્ટ ગ્રિલ, મોટા એર ઈન્ટેકર્સ અને 19 ઈંચના વ્હીલ આપવામાં આવ્યા છે. આ કારમાં 2.9 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ V8 એન્જિન મહત્તમ 444bhpનો પાવર અને 600Nmનો ટોર્ક જનરેટ કરે છે.

આ નવી જનરેશન RS5 કાર અંગે કંપનીએ દાવો કર્યો છે કે આ કાર માત્ર 3.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની છે. ડાયનેમિક પેકેજની ઓફર પસંદ કરવાવાળા સ્પીડને 280 કિમી પ્રતિ કલાક સુધીની વધારી શકે છે. આ કારમા એલ્યુમિનીયમ પેડલ્સ, ફ્લેટ બોટમ સ્ટીયરીંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp