નવી Lamborghini લોન્ચ, ટોપ સ્પીડ 325 કિમી પ્રતિ કલાક, કિંમત ન પૂછો તો જ સારું

PC: timesnownews.com

Lamborghiniએ ગુરુવારે ભારતમાં તેની નવી સ્પોર્ટ કાર Huracan Evo Spyder લોન્ચ કરી દીધી છે. જેની એક્સશોરુમ કિંમત 4.1 કરોડ રૂપિયા છે. Lamborghini Huracan Evo Spyderને તેના કૂપ વર્ઝનના લોન્ચિંગના 8 મહિના પછી ભારતીય બજારમાં ઉતારવામાં આવી છે. આ કારની ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી. આ એક કન્વર્ટિબલ કાર છે. જેનો લુક મોટેભાગે ઈવો કૂપ જેવો જ છે.

એન્જિનઃ

Huracan Evo Spyderમાં 5.2 લીટરનું V10 એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 640hpનો પાવર અને 600Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7-સ્પીડ ડ્યૂઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કાર ઓલ-લીવ ડ્રાઈવ સિસ્ટમની સાથે આવે છે.

કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 3.1 સેકેન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તો 0 થી 200 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં 9.3 સેકન્ડનો સમય લાગે છે. કારની ટોપ સ્પીડ 325 કિમી પ્રતિ કલાકની છે.

સાફ્ટ-ટોપ રૂફ મેકેનિઝમને કારણે કારનું વજન ઈવો કૂપની સરખામણીમાં 120 કિગ્રા વધારે છે. કારમાં ઈલેક્ટ્રો હાઈડ્રા ફોલ્ડિંગ રૂફ સેટઅપ આપવામાં આવ્યું છે. જેને કારણે તેનું રૂપ ઓપન થવામાં માત્ર 17 સેકન્ડનો જ સમય લાગે છે.

ફિચર્સઃ

કેબિનની વાત કરીએ તો કારમાં 8.4 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ક્લાઈમેટ કન્ટ્રોલ, ફોન કનેક્ટિવિટી સહિત ઘણાં ફંક્શન્સ આપવામાં આવ્યા છે. તેના સિવાય વોઈસ કમાન્ડ સિસ્ટમની સાથે એપલ કારપ્લે અને હાઈ કેપેસિટી કાર્ડ ડિસ્કની સાથે ડ્યુઅલ કેમેરા ટેલિમેટ્રી સિસ્ટમ જેવા ફિચર્સ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp