લોન્ચ થઈ એવી કાર જેની કિંમતમાં 12 ફોર્ચ્યૂનર ખરીદી શકાય

PC: lamborghini.com

લેમ્બોર્ગિનીએ ભારતીય માર્કેટમાં Lamborghini Urus Performante  લોન્ચ કરી દીધી છે. આ કારને 2022ના ઓગષ્ટ મહિનામાં જ શોકેસ કરવામાં આવી હતી. તેના ચાર મહિનાની અંદર જ હવે આ SUVને ભારતીય માર્કેટમાં ઉતારી દેવામાં આવી છે. આ નવી Lamborghini Urus Performante સુપર SUVને 4.22 કરોડ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત પર લોન્ચ કરવામાં આવી છે.

જોકે આ કાર અને Toyota Fortunerનો કોઈ મુકાબલો નથી પરંતુ જો કિંમતની વાત કરીએ તો આટલી કિંમતમાં 12 જેટલી Toyota Fortuner આવી શકે તેમ છે. Fortunerની શરૂઆતની કિંમત 32.59 લાખ રૂપિયા છે. નવી Lamborghini Urus Performante માં પહેલાવાળું જ 4.0 લિટર ટ્વિન ટર્બો V8 એન્જિન મળશે, જે રેગ્યુલર Urusમાં પણ મળે છે. જોકે આ 666 hp મતલબ સ્ટાન્ડર્ડ Urusથી 6 hp વધારે પાવર જનરેટ કરશે. 

આ 850 Nmનો ટોર્ક જનરેટ કરે છે, જે રેગ્યુલર Urusના બરાબર જ છે. આ 3.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ મામલામાં આ રેગ્યુલર Urusથી 0.3 સેકન્ડ ઝડપી છે. તેની ટોપ સ્પીડ 306 કિમી પ્રતિ કલાકની છે. નવી Lamborghini Urus Performante માં ચાર ડ્રાઈવિંગ મોડ- સ્ટ્રાડા(સ્ટ્રીટ), સ્પોર્ટ, કોર્સા(ટ્રેક) અને રેલી મળે છે.

ડિઝાઈનના મામલામાં Lamborghini Urus Performante આ સુપર SUVના સ્ટાન્ડર્ડ વર્ઝન જેવી જ છે. જોકે તેમાં નાના-મોટા થોડા બદલાવ કરવામાં આવ્યા છે. જેમ કે તેને વધારે એગ્રેસિવ ફ્રન્ટ બમ્પર, કૂલિંગ વેન્ટ્સની સાથે નવું બોનેટ અને ઘણા બધા કાર્બન ફાઈબર એલિમેન્ટ આપવામાં આવ્યા છે. તેના નવું ટાઈટેનિયમ એક્ઝોસ્ટ પણ આપવામાં આવ્યું છે. આ કુળ મળીને પહેલાથી 47 કિલોગ્રામ હલ્કી છે. Lamborghini Urus Performante ના કેબિનમાં પણ થોડા બદલાવ થયેલા જોઈ શકાશે. Lamborghini Urus Performante નો મુકાબલો ભારતીય માર્કેટમાં Audi RS Q8 અને Aston Martin DBX 707 જેવી કાર સાથે થશે.

આ સુપર SUVના ઈન્ટીરિયરને પણ ઘણું સિમ્પલ રાખવામાં આવ્યું છે. તેમાં સ્ટાન્ડર્ડ રીતે નીરો કોસમસ બ્લેક અલકાંતારા લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની સાથે હેક્સાગોનલ સ્ટિચિંગ કરવામાં આવી છે. કારના ડેશબોર્ડથી લઈને સીટ્સ સુધી બધાનું ઘણું ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે. જોકે આ SUVવીને ખરીદનાર ગ્રાહકના કહેવા પ્રમાણે કંપની તેની ડિઝાઈન, કલર વગેરેમાં બદલાવ કરીને આપી શકે છે. પરંતુ સ્ટાન્ડર્ડ રીતે આ SUVમાં ડાર્ક થીમ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp