નીતિન ગડકરીએ એરબેગની કિંમતનો ખુલાસો કર્યો, પણ કંપનીઓ સેફ્ટીના નામે લૂંટે છે

PC: indianauto.com

જૂન મહિનામાં મારૂતીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું હતું કે, સરકારની 6 એરબેગ પોલીસીની અસર કંપનીની નાની કારો પર પડી શકે છે. દરેક કારમાં 6 એરબેગના નિયમના કારણે મારૂતિની સસ્તી હેચબેક કાર સામાન્ય લોકોના બડેટની બહાર નીકળી જશે. તેના કારણે તે નાની હેચબેક જેવી કે, ઓલ્ટો, વેગનઆર, એસપ્રેસો, સ્વિફ્ટ જેવી કારોને બંધ કરવામાં સંકોચ ન કરશે. તેમણે કહ્યું કે, નાની કારના બેસ વેરિયેન્ટમાં 6 એરબેગ લગાવવામાં આવશે તો તેની કિંમત 60 હજાર રૂપિયા સુધી વધી જશે. જોકે, હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં એક એરબેગ પર આવનારા ખર્ચ વશે કહ્યું છે.

લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કારોમાં એરબેગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રીને પુછ્યું હતું કે, સરકારે આ નિર્ણય લીધો છે કે, દરેક કારમાં ઓછામાં ઓછા 6 એરબેગ જરૂરી છે. તેના ડ્રાફ્ટ નોટિફિકેશનની તારીખ આ વર્ષે ઓક્ટોબરની છે, પણ હજુ સુધી તે પસાર નથી થયું. તેની નોટિફિકેશન ક્યાર સુધી આવશે, જેથી કંપનીઓ માટે 6 એરબેગની પોલીસી લાગૂ કરી શકાય.

આ સવાલ પર નિતિન ગડકરીએ કહ્યું કે, એક એરબેગની કિંમત ફક્ત 800 રૂપિયા છે. 6 એરબેગના પ્રસ્તાવ પર સરકાર વિચાર કરી રહી છે. તેને જલ્દી લાગૂ પણ કરવામાં આવશે. કાર કંપનીઓ માટે તે ક્યાર સુધી અનિવાર્ય થશે, તેના પર તેમણે કોઇ સમય સીમા નથી બતાવી. ગડકરીએ કહ્યું કે, દેશમાં દર વર્ષે 5 લાખ સુધી સડક પર ઘટના બને છે, જેમાં દોઢ લાખ સુધી લોકો જીવ ગુમાવે છે. અત્યાર સુધી કારમાં ડ્રાઇવર અને ફ્રંટ સીટ પેસેન્જર માટે એરબેગ જરૂરી છે. પાછળ બેસનારા લોકો માટે એરબેગનો નિયમ નથી. જોકે, સરકારે નિર્ણય લીધો છે કે, તે દરેક પેસેન્જર માટે એરબેગને લાગૂ કરશે.

હવે સવાલ એ ઉભો થાય છે કે, જ્યારે એક એરબેગની કિંમત 800 રૂપિયા છે, તો કંપની તેના 15000 રૂપિયા કેમ લે છે. આર. સી. ભાર્ગવ અનુસાર, 6 એરબેગ લગાવવામાં આવશે તો તેની કિંમત 60 હજાર રૂપિયા સુધી વધી જશે. કારમાં 2 એરબેગ પહેલાથી જ હોય છે, એટલે કે, 4 એરબેગ લગાવવાની કિંમત 15000 લેખે ગણીએ તો 60 હજાર થાય છે. ગડકરી અનુસાર, એક એરબેગનો ખર્ચ 800 રૂપિયા છે. એટલે કે 4 એરબેગનો ખર્ચ 3200 રૂપિયા થાય છે. હવે માની લઇએ કે એરબેગ સીથે કેટલાક સેન્સર, સપોર્ટિંગ એક્સેસરીઝ પણ લગાવવામાં આવે. તો પણ એક એરબેગનો ખર્ચ 400થી 500 રૂપિયા જેટલી વધી શકે છે. એટલે કે, એક એરબેગનો ખર્ચ 1300 રૂપિયા સુધી જઇ શકે. એટલે કે, 4 એરબેગની કિંમત 5200 રૂપિયા. તો પછી કંપની 60 હજાર રૂપિયા કેમ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp