રાહ જોજો LML સ્ટાર ઇલેક્ટ્રિક સ્કૂટર આવવાનું છે, 200 Kmની રેન્જ આપશે
નેવુંના દાયકામાં પ્રખ્યાત થયેલી LML ફરી એકવાર કમબેક કરવા જઈ રહી છે. આ વખતે કંપની ઇલેક્ટ્રિક અવતારમાં કમબેક કરી રહી છે. LMLએ ગયા ઓટો એક્સપોમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર LML Starનું પ્રદર્શન કર્યું હતું. હવે કંપની તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. LMLએ આજે જાહેરાત કરી છે કે, તેને તેના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર, LML સ્ટાર માટે CMVR પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.
કંપનીનું કહેવું છે કે, આ પ્રમાણપત્ર LML સ્ટારના ગુણવત્તા અને સલામતી ધોરણોનું પાલન પ્રમાણિત કરે છે, જે ઉચ્ચ-પ્રદર્શન અને ટકાઉ ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે. હાલમાં, કંપનીએ આ સ્કૂટરની લોન્ચિંગ તારીખને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેને આગામી કેટલાક મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં ખાસ કરીને સ્કૂટર્સમાં ઘણી હરીફાઈ છે. ગયા ડિસેમ્બરમાં ચેતકે ઓલા ઈલેક્ટ્રીકને પાછળ છોડી દીધું હતું, જે વેચાણની દ્રષ્ટિએ સેગમેન્ટ લીડર હતી. હવે LML સ્ટાર પણ માર્કેટમાં આવવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે, તેના ખાસ લુક, બ્રાન્ડ લેગસી અને જબરદસ્ત રેન્જ ધરાવતું આ સ્કૂટર જો યોગ્ય કિંમતે રજૂ કરવામાં આવે તો તે ચેતક અને ઓલાને ટક્કર આપી શકે છે.
ખૂબ જ આકર્ષક દેખાવ અને પાવરફુલ બેટરી પેકથી સજ્જ, કંપનીએ આ સ્કૂટરને સંપૂર્ણપણે અદ્યતન અને આધુનિક દેખાવ આપ્યો છે. કંપનીએ આ સ્કૂટરને ખૂબ જ ફ્યુચરિસ્ટિક ડિઝાઈન આપી છે, તેમાં ઘણી એવી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે, જે સામાન્ય રીતે સ્કૂટર સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળે છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટરને ઈટાલીમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે, તેમાં LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સ તેમજ ફ્રન્ટમાં 360 ડિગ્રી કેમેરા છે. આ ઉપરાંત, કંપનીએ પ્રોજેક્ટર હેડલેમ્પ્સને ખૂબ જ આકર્ષક રીતે મુકવામાં આવ્યા છે.
તેમાં આપવામાં આવેલ કેમેરા સ્કૂટર માટે બ્લેક બોક્સની જેમ કામ કરે છે, જે ડ્રાઇવિંગ કરતી વખતે આગળ અને પાછળ થતી ગતિવિધિઓને રેકોર્ડ કરે છે. ફીચર્સ તરીકે, તેમાં એમ્બિયન્ટ લાઇટિંગ, ઇન્ટિગ્રેટેડ DRL, બેક લાઇટ અને ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે, સલામતી માટે LML સ્ટાર સ્કૂટરમાં ABS, રિવર્સ પાર્ક આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને એવું ઘણું બધું આપવામાં આવ્યું છે.
આ સ્કૂટર શક્તિશાળી મોટર અને બેટરીના સંયોજન સાથે આવે છે, તેની દૂર કરી શકાય તેવી બેટરી ફૂટબોર્ડ પર લગાવેલી છે, જે તમને સીટની નીચે પૂરતી સ્ટોરેજ સ્પેસ આપે છે. કંપનીનો દાવો છે કે તેની સીટ નીચે બે ફુલ ફેસ હેલ્મેટ રાખી શકાય છે.
LML સ્ટારની ઇલેક્ટ્રિક મોટર 5.87 kWનું પીક પાવર આઉટપુટ આપે છે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 200 Kmની રેન્જ આપશે. આ સ્કૂટર પીકઅપની બાબતમાં પણ ઘણું સારું છે. ડ્યુઅલ-ટોન બોડી, 14-ઇંચ વ્હીલ્સ પર આવેલું, આ સ્કૂટર 90 Km/hની ઝડપે દોડવામાં સક્ષમ છે.
કંપનીના MD અને CEO યોગેશ ભાટિયાએ જણાવ્યું હતું કે, 'LML Star માટે CMVR પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું એ દર્શાવે છે કે, અમે ટેકનોલોજી અને સલામતી બંનેમાં ઉચ્ચ ઉદ્યોગના માનકને પૂરું કરીએ છીએ. તેની અદ્યતન ટેક્નોલોજી અને પ્રીમિયમ ડિઝાઇન સાથે, LML Star ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ગતિશીલતાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp