આ કારને 137 સેકન્ડમાં 6000 લોકોએ ખરીદી લીધી, જાણો ખાસિયત

PC: autoevolution.com

ચીનમાં આશરે એક વર્ષ પહેલા નવી કંપની Lynk&Co. માર્કેટમાં આવી હતી. આ કંપનીની સ્થાપના કરવાવાળા ગ્રુપ Geelyના અંડરમાં Volvo અને Lotus જેવી મોટી મોટી કાર મેકર્સ કંપનીઓ પણ આવે છે. Lynk&Co. એ આ વર્ષની શરૂઆતમાં નવી SUV કાર '01' જાહેર કરી હતી અને થોડા દિવસો પહેલા જ તેને લોન્ચ કરી હતી. કંપનીએ કારની કિંમત જાહેર કરવાની સાથે કારના પ્રિ-બુકિંગની તારીખ પણ જાહેર કરી હતી.

આ સાથે જ કંપનીની આ કારે એક ઈતિહાસ સર્જી દીધો હતો. દુનિયાની સૌથી વધુ ઝડપથી વેચાણ થનારી કારમાં તેનો સમાવેશ થઈ ગયો હતો. 17 નવેમ્બરે Lynk&Co. 01 SUV કારના 6000 જેટલા યુનિટ પ્રિ-બુકિંગ માટે રાખવામાં આવ્યા હતા અને તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ બધા યુનિટ માત્ર 137 સેકન્ડમાં બુક થઈ ગયા હતા. અને આ બુકિંગ ઓનલાઈન કરવામાં આવ્યું હતું.

કારમાં પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, ભવિષ્યમાં આ કારનું ઈલેક્ટ્રિક વર્ઝન પણ આવશે. ચીનમાં આ કરાની કિંમત 15-20 લાખ રૂપિયા છે. જ્યારે યુરોપના માર્કેટમાં આ કારની કિંમત વધુ હશે. આ ઐતિહાસિક ક્ષણને સેલિબ્રેટ કરતા Lynk & Coના વાઈસ પ્રેસિડન્ટે કહ્યું હતું કે, 'અમને ગર્વ છે કે આ કાર આટલી જલદીથી વેચાઈ ગઈ. હવે જ અમારા ખરા સફરની શરૂઆત થઈ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp