Appleએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ MacBook Air

PC: apple.com

Appleએ પોતાનું નવું MacBook Air લોન્ચ કર્યું છે. નવા MacBook Airમાં મેજિક કી-બોર્ડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. બેગણા વધુ સ્ટોરેજની સાથે રજૂ કરવામાં આવેલા આ MacBook Airની કિંમત 92900 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, નવા MacBook Airમાં બેગણું CPU પરફોર્મન્સ અને 80 ટકા ફાસ્ટ ગ્રાફિક્સ મળશે.

MacBook Airને 256 GB સ્ટોરેજમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં 13 ઈંચની રેટિના ડિસ્પ્લે છે અને લોગિન માટે ટચ આઈડી આપવામાં આવી છે, જે ઓનલાઈન શોપિંગમાં પણ કામ કરશે. આ ઉપરાંત, MacBook Airમાં ટ્રેકપેડ પણ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, તેની બેટરી એકવાર ચાર્જ કરવા પર આખો દિવસ ચાલશે.

MacBook Airમોં મેક ઓએસ કેટેલિના મળશે. તેમાં વીડિયો એડિટિંગ સોફ્ટવેર પણ મળશે. આ ઉપરાંત, નવા MacBook Airમાં 10મી જનરેશનનું ઈન્ટેલનું આઈ-7 પ્રોસેસર મળશે, જેની મહત્તમ સ્પીડ 3.8 ગીગાહર્ટ્ઝ છે. તેમાં ઈન્ટેલ આઈરિસ પ્લસ ગ્રાફિક્સ પણ છે.

નવા MacBook Airની સાથે નવું મેજિક કી-બોર્ડ પણ રજૂ કરવામાં આવ્યું છે, જે માત્ર એક એમએમ પાતળું છે. તેની બોડી 100 ટકા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા એલ્યૂમિનિયમમાંથી બનાવવામાં આવી છે. નવું MacBook Air ગોલ્ડ, સિલ્વર અને સ્પેસ ગ્રે કલર વેરિયન્ટમાં મળશે. તેમાં 256 GB ઈનબિલ્ટ સ્ટોરેજ અને 2 TB એસએસડી સપોર્ટ છે. તેમાં ત્રણ માઈક, ત્રણ થંડરબોલ્ટ પોર્ટ અને વાઈડ સ્ટીરિયો સાઉન્ડનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp