26th January selfie contest

વર્ષોથી જેને સોનાનો પથ્થર સમજી રહ્યો હતો, તે તેના કરતા પણ કિંમતી વસ્તુ નીકળી

PC: aajtak.in

આ વાત છે વર્ષ 2015ની. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક જગ્યા છે મેરીબોરો રીજનલ પાર્ક. અહીં ડેવિડ હોલ પોતાના મેટલ ડિટેક્ટરથી પ્રાચીન કિંમતી વસ્તુઓ અને ખનીજોની શોધમાં લાગ્યો હતો. ત્યારે તેમને અસાધારણ વસ્તુ મળી. આ એક લાલ રંગનો ખૂબ જ ભારે પથ્થર હતો. જેમાથી પીળા રંગનો હિસ્સો દેખાઈ રહ્યો હતો. તેની ચારે બાજુએ પીળા રંગની માટી જમા હતી. જ્યારે ડેવિડે તેને ધોયો તો દંગ રહી ગયો. ડેવિડને લાગ્યું આ સોનાનો પથ્થર છે.

અસલમાં મેરીબોરો ઓસ્ટ્રેલિયાના ગોલ્ડફીલ્ડ વિસ્તારમાંથી એક છે. અહીં 19મી સદીમાં સોનાની મોટી-મોટી ખાણો હતી. હજુ પણ ઘણીવાર લોકોને નાના-મોટા સોનાના પથ્થર મળી જાય છે. પરંતુ, ડેવિડના હાથમાં તો ખજાનો લાગ્યો હતો. ડેવિડે આ પથ્થરને કાપવાની, તોડવાની, ફોડવાની દરેક સંભવ કોશિશ કરી. પરંતુ, આ પથ્થર ના તૂટ્યો. તેને એસિડથી બાળવાનો પણ પ્રયત્ન કર્યો. ડેવિડને સોનુ લાગી રહ્યું હતું પરંતુ, અસલમાં તે સોનુ નહોતું.

ઘણા વર્ષો બાદ ડેવિડ જ્યારે તેને તોડી-ફોડી ના શક્યો તો તેને મેલબર્ન મ્યુઝિયમમાં લઈ ગયો. ત્યાં તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ એક દુર્લભ ઉલ્કાપિંડ છે, જે કોઈ બીજી દુનિયામાંથી ઓસ્ટ્રેલિયાની જમીન પર પડ્યો. મેલબર્ન મ્યુઝિયમના જિયોલોજિસ્ટ ડરમોટ હેનરીએ જણાવ્યું કે, આ પથ્થર ખૂબ જ કિંમતી છે. તેની કોઈ કિંમત ના લગાવી શકાય. કારણ કે, તેમા જે ધાતુ છે તે ધરતી પર મળતી જ નથી.

ડરમોટ હેનરીએ જણાવ્યું કે, મેં ઘણા પથ્થરોની તપાસ કરી છે. ઘણીવાર ઉલ્કાપિંડોની પણ. 37 વર્ષોથી આ મ્યુઝિયમમાં કામ કરી રહ્યો છું. હજારો પથ્થરોની તપાસ કરી ચુક્યો છું. પરંતુ, આજ સુધી આવો પથ્થર નથી મળ્યો. આજ સુધી માત્ર બેવાર જ ઉલ્કાપિંડ મળ્યા છે. તેમાંથી એક આ છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે 460 કરોડ વર્ષ જુનો પથ્થર છે. તેનું વજન 17 કિલોગ્રામ છે. તેના કાપવા માટે અમારે ડાયમંડ આરીની મદદ લેવી પડી.

તે ઉલ્કાપિંડમાં ભારે માત્રામાં લોખંડ છે. આ એક H5 Ordinary Chondrite છે. જ્યારે તેને કાપવામાં આવ્યો તો તેની અંદર નાના-નાના ક્રિસ્ટલ્સ દેખાયા, જે અલગ-અલગ ખનીજોમાંથી બનેલા છે. તેને કોન્ડરુલ્સ કહે છે. અસલમાં ઉલ્કાપિંડ અંતરિક્ષની જાણકારી આપનારું સૌથી સસ્તું માધ્યમ હોય છે. તેની તપાસ કરવાથી તમને અંતરિક્ષના બનવા અને પેદા થવાની જાણકારી મળે છે. તેમા તારાઓના ચમકતા કણ હોય છે.

ડરમોટે જણાવ્યું કે, ઘણીવાર ઉલ્કાપિંડોમાં જીવનના પુરાવા તરીકે અમીનો એસિડ મળે છે. જોકે, હાલ અમે એ જાણી નથી શક્યા કે આ ઉલ્કાપિંડ આકાશગંગાના કયા હિસ્સામાંથી અહીં આવ્યો. આપણા સૌરમંડળમાં ક્રોન્ડ્રાઇટ પથ્થરોના ઘણા લેયર્સ છે. બની શકે કે તે મંગળ અને બુધ ગ્રહની વચ્ચે ઉલ્કાપિંડના ચક્કર લગાવતા સમુહમાંથી આવ્યો હોય. પરંતુ, એક વાત તેના તપાસ દ્વારા પાકી થઈ ગઈ છે કે તે ઉલ્કાપિંડ સોના કરતા પણ વધુ કિંમતી છે.

આ પહેલા 2003માં ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારમાં સૌથી મોટો ઉલ્કાપિંડ મળ્યો હતો. તે 55 કિલોનો હતો. અત્યારસુધી વિક્ટોરિયા વિસ્તારમાં 17 ઉલ્કાપિંડ મળી ચુક્યા છે. આ ઉલ્કાપિંડ વિશે પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી ઓફ વિક્ટોરિયા જર્નલમાં સ્ટડી પ્રકાશિત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp