ઝુકરબર્ગ Facebook અને Instagram યુઝર્સ માટે લઈ આવ્યા છે કમાણીની નવી રીત

PC: iconape.com

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ક્રિએટર્સ માટે માર્ક ઝુકરબર્ગે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકના CEOએ કહ્યું કે, કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ક્રિએટર્સ પાસેથી વર્ષ 2024 સુધી કોઈ પણ પ્રકારની રેવેન્યૂ નહીં લેશે.

માર્ક ઝુકરબર્ગે આના વિશે એક પોસ્ટ લખી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે કોઈ પણ રીતનું રેવેન્યૂ આ પ્લેટફોર્મ્સના ક્રિએટર્સ પાસેથી નહીં લેશે, તેમાં પેડ ઓનલાઈન ઇવેન્ટ, સબ્સક્રિપ્શન, બૈઝ અને બુલેટીન સામેલ છે. આ ઉપરાંત, તેમણે ક્રિએટર્સને બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૈસા કમાવવાની નવી પદ્ધતિઓ વિશે પણ જણાવ્યું છે.

તેમને કહ્યું છે કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે નવા ફીચર્સ અપડેટ કરવામાં આવશે, જેથી કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ પૈસા કમાવવામાં મદદ મળશે. માનવામાં આવી રહ્યું છે કે, ટિકટોકથી સતત મળી રહેલી ટક્કરના કારણે કંપની આ ફીચર્સને લાવશે. કંપનીએ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પાંચ નવા ફીચર્સની જાહેરાત કરી છે.

 

Interoperable Subscriptions: આનાથી ક્રિએટર્સને બીજા પ્લેટફોર્મ્સ પર પે કરતા સબ્સક્રાઇબર્સને ફેસબુક પર સબ્સક્રાઇબર-ઓનલી ગ્રુપમાં એડ કરી શકાશે.

Facebook Stars: કંપની સ્ટાર્સ ફીચરના માધ્યમથી એલિજીબલ ક્રિએટર્સને Reels, Live અથવા VOD વીડિયોના માધ્યમથી પૈસા કમાવવાની તક આપી રહી છે.

Monetizing Reels: કંપની Reels Play Bonus પ્રોગ્રામને વધુ ક્રિએટર્સ માટે લાવી રહી છે, આનાથી ક્રિએટર્સ ઈન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર પણ ક્રોસ પોસ્ટ કરીને, તેને ત્યાં પણ મોનિટાઇઝ કરી શકે છે.

Creator Marketplace: ઝુકરબર્ગે કહ્યું છે કે, કંપની ઈન્સ્ટાગ્રામ પર એક નવો સેટ પ્લેસ ટેસ્ટ કરી રહી છે, જ્યાં ક્રિએટર્સને શોધી શકાશે અને પે કરી શકાશે. બ્રાન્ડ્સ પણ પાર્ટનરશિપ તકને શેર કરી શકે છે.

Digital Collectibles: અંતે ઝુકરબર્ગે કહ્યું કે, ઈન્સ્ટાગ્રામ પર ડિસ્પ્લે NFT માટે કંપની પોતાના સપોર્ટને વધારી રહી છે, આ ફીચરને ફેસબુક પર પણ જલ્દી જ રજૂ કરવામાં આવશે, આને અમેરિકાના સિલેક્ટેડ ક્રિએટર્સની સાથે શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp