મારુતિ સુઝુકીની કાર આટલા રૂપિયા થઈ મોંઘી, વર્ષમાં ચોથી વખત વધ્યા ભાવ

PC: theprint.in

કાર બનાવનારી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)એ પોતાની કારોના ભાવ શનિવારથી વધારી દીધા છે. ભાવોમાં આ વધારો અલગ અલગ મૉડલના હિસાબે કરવામાં આવી છે. કંપનીએ ઇનપુટ કૉસ્ટ વધવાના કારણે અલગ અલગ મૉડલના ભાવમાં 0.1 ટકાથી લઈને 4.3 ટકા સુધીનો વધારો થયો છે. મારુતિ સુઝુકીની કારોને દેશભરમાં આખા દેશમાં સૌથી વધારે લોકો પસંદ કરે છે. એવામાં નવા વર્ષમાં કિંમત વધવાથી મારુતિ સુઝુકીની કાર ખરીદવાની ઈચ્છા રાખનારા લોકોને ઝટકો જરૂર લાગ્યો છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાનું કહેવું છે કે સ્ટીલ, એલ્યૂમિનિયમ, કૉપર, પ્લાસ્ટિક અને અન્ય કાચા માલના ભાવ ઝડપથી વધ્યા છે. એટલે કંપનીની કારોના ભાવ વધારવા પડ્યા છે. મારુતિ સુઝુકીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં પોતાના અલગ અલગ મૉડલ્સના ભાવમાં 1.4 ટકાનો વધારો કર્યો છે. આ રીતે કંપનીએ કારોની કિંમતમાં એપ્રિલમાં 1.6 ટકા અને સપ્ટેમ્બરમાં 1.9 ટકાનો વધારો કર્યો હતો. મારુતિ માર્કેટમાં 2.99 લાખ રૂપિયાની અલ્ટોથી લઈને 12.56 લાખ રૂપિયા સુધીની S-Cross વેચે છે.

મારુતિ સુઝુકી 2022મા ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આ કંપની દ્વારા કોઈ એક વર્ષમાં લોન્ચ કરનારી સૌથી વધારે પ્રોડક્ટ્સ હશે. સ્વિફ્ટ અને બોલેનો જેવી ગાડીઓને બનાવનારી કંપની આ વર્ષ અરધા ડઝનથી વધારે પ્રોડક્ટ્સને લોન્ચ કરશે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ તેમાંથી અરધી ઝડપથી વધતી XUV કેટેગરીની હશે અને બાકી નાની કારો જ હશે. મારુતિ સુઝુકીની આ અપડેટેડ પ્રોડક્ટ રેન્જનો અર્થ છે કે તેમની ગ્લોબલ અલાયન્સ પાર્ટનર ટોયોટા મોટર પણ પોતાના પોર્ટફોલિયો વધારશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા પ્રોડક્ટ્સની મદદથી કંપનીને પોતાના ગુમાવેલા માર્કેટ શેરને ફરીથી હાસિલ કરવામાં મદદ મળશે. તેની સાથે ઓટો કંપની 20 લાખની વાર્ષિક સેલના આંકડા પર પણ પહોંચી જશે જે છેલ્લા કેટલાક વર્ષોથી ઘટી રહ્યા છે. હાલના નાણાકીય વર્ષ 2022ના પહેલા 9 મહિનામાં, કંપનીએ 1.64 મિલિયન વાહનોનું ઉત્પાદન કર્યું હતું. તેની તુલનામાં ગયા વર્ષની સમાન અવધિમાં 1 લાખ 39 હજાર યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રની મહિન્દ્રા XUV700ના ભાવ ફરી એક વખત વધારી દીધા છે. કંપનીએ ગયા વર્ષે ઑગસ્ટમાં લોન્ચ કરી હતી. કંપનીએ એ સમયે તેને બેઝ મોડલની કિંમત 12.49 લાખ રૂપિયા સુધી નક્કી કરી હતી. લોન્ચથી અત્યાર સુધી XUV700ના અલગ અલગ વેરિયન્ટના ભાવ 46 હજારથી લઈને 81 હજાર રૂપિયા સુધી વધી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp