Maruti Suzuki લાવી રહી છે 3 ધાંસૂ કારો, ક્રેટાની ટક્કરમાં નવી SUV

PC: motoroids.com

Maruti Suzuki ભારતીય બજાર માટે નવી કારો પર કામ કરી રહી છે. નવી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપની આવતા બે વર્ષમાં ભારતમાં 3 શાનદાર મોડલ રજૂ કરશે. જેમાં 2 SUV અને એક યૂટિલિટી વ્હીકલ સ્ટાઇલ હેચબેક કાર સામેલ છે. રિપોર્ટ અનુસાર, મારુતિ ભારતમાં ઓફ રોડર SUV જિમ્મી, એક નવી મીડ સાઇઝ SUV અને XL5 નામથી યૂટિલિટી વ્હીકલ સ્ટાઈલની હેચબેક કાર લોન્ચ કરશે. XL5 મૂળ રીતે વેગનઆર પર આધારિત રહેશે, જેને ઘણીવાર ટેસ્ટિંગ સમયે જોવામાં આવી છે. જેમાં 3 લાઇનમાં સીટ્સ મળવાની આશા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તેને મારુતિની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે.

ઓફ રોડર જિમ્મીની વાત કરીએ તો, ભારતમાં આવનારી જિમ્મી 5 ડોર મોડલ રહેશે અને તેનું વ્હીલબેસ વધારે લાંબુ રહેશે. આ 5 ડોર મોડલને નવી મારુતિ સુઝુકી જિપ્સીના નામથી બજારમાં ઉતારી શકાય છે. માર્કેટમાં તેની ટક્કર મહિન્દ્રા થારથી થશે.

જિમ્મી SUVના ઈન્ડિયન મોડલમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન મળવાની આશા છે. જે 103bhpનો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે જ 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શનથી થશે. આ ઓફ રોડર SUVમાં સુઝુકીના એડવાન્સ ગ્રીર 4X4 સિસ્ટમ મળશે.

ક્રેટા સેલ્ટોસની ટક્કરમાં નવી મિડ સાઇઝ SUV

રિપોર્ટ અનુસાર, મારુતિની નવી મિડ સાઇઝ SUV ટોયોટાના DNGA પ્લેટફોર્મ પર આધારિત રહેશે. જેનો ઉપયોગ ટોયોટાની કોમ્પેક્ટ SUV Raizeમાં કરવામાં આવ્યું છે. આ નવા મોડલને 2022ના પહેલા છ માસિક ક્વાર્ટરમાં લોન્ચ કરવાની આશા છે. માર્કેટમાં તેની ટક્કર ક્રેટા અને કિઆ સેલ્ટોસ સાથે થશે. આ મિડ રેન્જ SUV અને 5 ડોરવાળી જિમ્મને પણ મારુતિ સુઝુકીની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે.

આ ત્રણેય કારો ઉપરાંત મારુતિ 800સીસીની એક નવી કાર પર પણ કામ કરી રહે છે. જેને ઓલ્ટોને રિપ્લેસ કરી શકાય છે. આ ઉપરાંત કંપની ભારતીય બજારમાં એક ઈલેક્ટ્રિક કાર લાવવાની પણ તૈયારીમાં છે. બીજી તરફ મારુતિ સુઝુકી ઓગસ્ટમાં પોતાની ક્રોસઓવર SUV એસ-ક્રોસના પેટ્રોલ મોડલને પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, મારુતિ સુઝુકી પોતાની અમુક કારોના ડિઝલ મોડલ પણ રજૂ કરી શકે છે. જેમાં એસ-ક્રોસ, વિટારા બ્રિઝા, સિયાઝ, અર્ટિગા અને XL6 સામેલ છે. આ કારોમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5 લીટર ડીઝલ એન્જિન આપી શકાય છે. જણાવી દઇએ કે, મારુતિ સુઝુકીએ એપ્રિલ 2020માં નવા BS6 નિયમ લાગૂ થવાની સાથે જ ડીઝલ એન્જિનની કારો બંધ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp