લક્ઝરી કાર બનાવનારી Mercedesએ ભારતમાં તૈયાર કરી પોતાની પહેલી ઈલેક્ટ્રીક કાર

PC: twitter.com

લક્ઝરી કાર બનાવનારી જર્મનની કંપની Mercedes Benzએ ભારતમાં પોતાની પહેલી લોકલ એસેમ્બલ ઈલેક્ટ્રીક કાર 30 સપ્ટેમ્બરના લોન્ચ કરશે. આ કારનું નામ Mercedes Benz EQS 580 4MATIC છે. આ પુણેની પાસે આવેલા ચાકન પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે. આ કંપનીની લક્ઝરી કારોમાંની એક છે. તેની એક્સ-શોરૂમ કિંમત 2.45 કરોડ રૂપિયા છે. કંપની પોતાના AMG EQS 53 મોડલને ભારતમાં ઈમ્પોર્ટ કરે છે, જે AMG ટેકનોલોજી સાથે આવે છે. જોકે દેશમાં તૈયાર થનારા EQSની કિંમત 5MATIC મોડલની કિંમત ઓછી હશે.

Mercedesના ડેડિકેટેડ ઈલેક્ટ્રીક વેહીકલ આર્કિટેક્ચર પર તૈયાર EQS 580 બહાર અને અંદરથી AMG ટ્વિનને સમાન છે. તેમાં સામે તરફ એક બંધ અને બ્લેક-આઉટ ગ્રિલ મળે છે, જેને જોતા જ પહેલી નજરમાં તેના ઈલેક્ટ્રીક વેહીકલ હોવાનો અંદાજ આવી જાય છે. આ ઈવામાં શાર્પ LED હેડલેમ્પને એક યુનિટમાં ફિક્સ કરવામાં આવી છે, જે તેને સ્પોર્ટી લૂક પણ આપે છે. આ ઈવીને આકર્ષક બનાવવા માટે તેમાં ફ્રેમલેસ ડોર, ફ્લશ ડોર હેન્ડલ અને 19 ઈંચના એલોય વ્હીલ મળે છે.

Mercedes EQS 580ને ભારતમાં ફ્યુઅલ-મોટર સેટઅપની સાથે જાહેર કરવામાં આવે છે. જેમાં પ્રત્યેક એક્સેલ પર એક મોટર મળશે. તેમાં 107.8 kwh લિથિયમ- આયન બેટરી પેક મળશે. કંપની સિંગલ ચાર્જ પર તેના 750 કિમીથી વધારે ચાલવાનો દાવો કરી રહી છે. જ્યાં સુધી કારના પાવરની વાત કરીએ તો તે EV 523 bhpનો પાવર અને 856 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

Mercedes Benz EQS 580નું એક્સટીરિયર લગભગ AMG EQS 53ના જેવું જ છે. તેનો મતલબ છે કે તેની લંબાઈ 5223 mm, પહોળાઈ 1296 mm અને ઊંચાઈ 1515 mm છે. તેનું વ્હીલબેસ 3210 mm છે. કારમાં 610 લીટરની મોટી કાર્ગો સ્પેસ મળે છે. Mercedes Benz EQS 580ને 2021માં પહેલી વખત જાહેર કરવામાં આવી હતી. આ ઈલેક્ટ્રીક મોબિલીટીની જે બ્રાન્ડનું મેઈન મોડલ પણ છે. Mercedes Benz ઈન્ડિયા હવે ન માત્ર મોડલને અહીં લાવવા માટે ઉતાવળ કરી રહી છે પરંતુ લોકલ સ્તર પર લાંબી છલાંગ લગાવવા માટે પણ તૈયાર છે. દેશમાં એસેમ્બલ કરવામાં આવવાથી તેને ટેક્સમાં પણ છૂટ મળશે.

Mercedes પાસે હાલમાં બે ઈવી મોડલ છે. જોકે EQS SUV તરીકે એક લક્ઝરી બેટરી ઓપરેટર કાર લાવનારો ભારત પહેલો દેશ છે. વર્તમાનમાં Audi પાસે દેશમાં ઈલેક્ટ્રીક મોડલની સૌથી મોટી લાઈનઅપ છે. જ્યારે BMW, Jaguar અને Volvo જેવી કંપનીઓ પાસે પણ ઓછામાં ઓછું એક મોડલ છે. 2022ના છેલ્લા ત્રણ મહિનામાં કંપની EQB SUV લોકો સુધી પહોંચાડે તેવું પ્લાનિંગ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp