Google Play Storeએ Mitron Appને હટાવી દીધી, 50 લાખ ડાઉનલોડ છે

PC: indianexpress.com

TikTok એક ચાઈનીઝ એપ છે, એ તો આપણે સૌ જાણીએ જ છીએ અને હાલના થોડાં સમયમાં ઊભી થયેલી પરિસ્થિતિને લઈન બોયકોટ ચાઈના દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યું છે. જેને લઈ લોકો TikTokનું ભારતીય અવેજ શોધી રહ્યા હતા અને તેમની તલાશ Mitron APP પર આવીને પૂરી થઈ. Mitron APP એપ રાતોરાત એટલી પ્રચલિત થઈ ગઈ કે થોડાં જ સમયમાં તેને 50 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી. પરંતુ, હવે આ એપ ડાઉનલોડ કરનારાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. Mitron APPને મંગળવારે Google Play Store પરથી હટાવી લેવામાં આવી છે. જોકે, અત્યારસુધીમાં Google Play Store કે Mitron દ્વારા તેને હટાવવાના કારણો અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ, સિક્યોરિટી કારણોને લઈ તેને હટાવવામાં આવી હોવાના પૂરેપૂરા ચાન્સ છે.

જો તમે Mitron APP એપ ઓલરેડી તમારા ફોનમાં ડાઉનલોડ કરી લીધી હશે તો હજુ પણ તમે તેનો ઉપયોગ કરી શકશો, પરંતુ વિશેષજ્ઞો તેનો ઉપયોગ ન કરવાની જ સલાહ આપી રહ્યા છે. કારણ કે આ એપની કોઈ સિક્યોરિટી પોલિસી ન હોવાને કારણે તમારા ડેટા ચોરી થવાનો ભય રહેલો છે. ઉલ્લેખનીય છે કે, IIT રુરકીના વિદ્યાર્થી શિબાંક અગ્રવાલે પાકિસ્તાની કોડિંગ કંપની Qboxus પાસેથી આ એપને માત્ર 2500 રૂપિયામાં ખરીદી હતી. પહેલા આ એપનું નામ TicTic હતું, બાદમાં શિબાંકે તેનું નામ બદલીને Mitron APP કરી દીધુ હતું અને તેને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી હતી. આ એપને ભારતમાં લોન્ચ કરતા પહેલા અગ્રવાલ કે તેની ટીમે આ એપના કોડિંગ કે પ્રાયવસી પોલિસીને પણ ચેન્જ કરી નહોતી.

લાહોરમાં રહેતા અને Qboxusના માલિક ઈરફાન શેખે પણ એ વાત કન્ફર્મ કરી હતી કે શિબાંક અગ્રવાલે તેની કંપનીનો સંપર્ક કરીને આ એપના સોર્સ કોર્ડ ખરીદ્યા હતા અને બાદમાં TicTicને ભારતમાં Mitron APPના નામથી લોન્ચ કરવામાં આવી હતી. ઈરફાન શેખે પણ એ વાત કબૂલ કરી છે કે, Mitron APPમાં પ્રાયવસી ઈશ્યૂ છે કારણ કે એપ ડેવલોપરે તેમાં પ્રાયવસી પોલિસી અપલોડ કરી નહોતી. ઈરફાને એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે તેણે ખરીદદારોને આ રીતે પબ્લિક પ્લેટફોર્મ પર તેનો ઉપયોગ કરવા માટે પ્રેર્યા નહોતા.

આ અંગે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે, Mitron APPનો ઉપયોગ કરવો રિસ્કી છે, કારણ કે તેના સોર્સ કોર્ડમાં કોઈપણ પ્રકારની વધારાની ફાયરવોલ કે સોફ્ટવેર સિક્યોરિટી નથી. તેની પ્રાયવસી પોલિસી નબળી છે અને તે લાંબા ગાળે યુઝર્સના ડેટાને રિસ્કમાં મુકી શકે છે. આથી, જો તમારા ફોનમાં Mitron APP હોય તો તેને વહેલી તકે ડિલીટ કરી દેજો, એમા જ તમારી ભલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp