26th January selfie contest

ટેલિકોમ-ઓટો કંપોનન્ટ સેક્ટર માટે મોદી સરકારની મોટી જાહેરાત

PC: https://www.ndtv.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બુધવારે મોટા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મોદી કેબિનેટે ટેલિકોમ સેક્ટર માટેના રાહત પેકેજને મંજૂરીની મહોર મારી હતી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી કેબિનેટે ઓટો અને ઓટો કંપોનન્ટ સેક્ટર માટે પણ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટીવ(PIL) સ્કીમને મંજૂરી આપી છે.. ઉપરાંત ડ્રોન માટે પણ PIL- સ્કીમને મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે.

ભારતની જીડીપીમાં ઓટો ક્ષેત્રની  ભાગીદારી 12 ટકા સુધી વધારવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે અત્યારે 7.1 ટકા છે. મોદી કેબિનેટે બુધવારે ઓટો સેક્ટર માટે રૂપિયા 26,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મોદી સરકારને અપેક્ષા છે કે કેબિનેટના નિર્ણયને કારણે આગામી 3 વર્ષમાં ડ્રોન સેક્ટરમાં રૂપિયા 5,000 કરોડનું રોકાણ આવી શકે છે.

મોદી સરકારના મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ઓટો, ઓટો કંપોનન્ટ, ડ્રોન માટે PLI સ્કીમ શરૂ કરી છે. મોદી સરકારે આ ત્રણેય સેક્ટર માટે રૂપિયા 26,058 કરોડની જોગવાઇ કરી છે. આને કારણે ઓટોમોબાઇલ સેક્ટરને બુસ્ટ મળશે અને 7.60 લાખ લોકોને રોજગાગી મળવાની ધારણાં પણ રાખવામાં આવી છે. મોદી કેબિનેટના આ નિર્ણયને કારણે ઓટો સેક્ટરમાં વિદેશી રોકાણ વધવાની પણ ધારણાં રાખવામાં આવી છે.

 ઠાકુરે કહ્યું કે આને કારણે ભારતને ગ્લોબલ પ્લેયર બનવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે અત્યારે અંદાજે 17 અરબ ડોલરના કંપોનન્ટ વિદેશથી આવે છે. સરકારનો ઉદેશ્ય એ છે કે તેને ભારતમાં જ બનાવવામાં આવે.PLI સ્કીમને કારણે આયાત ઘટાડવામાં મદદ મળશે. ઠાકુરે કહ્યું કે PLI સ્કીમ હેઠળ પંસદ કરવામાં આવેલી કંપનીઓએ 5 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. રોકાણની મર્યાદા અલગ અલગ છે. આ ઇન્સેન્ટીવ 5 વર્ષ સુધી મળશે.

ઠાકુરે કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં હવે ડિજીટલ ફોર્મેટથી સિમ ખરીદવા વાળા ગ્રાહકોનું વેરિફેકેશન કરવામાં આવશે. દર વર્ષના છેલ્લાં ત્રિમાસિક ગાળામાં હરાજી થશે. પ્રીપેડથી પોસ્ટેપેડમાં જવા માટે બીજી વખત KYC નહી, માત્ર સેલ્ફ ડેકલેરેશનના આધારે ટાવરનું ઇન્સ્ટોલેશન થશે.

1953ના નોટિફિકેશનના હિસાબે લાયસન્સ રાજ ખતમ થઇ ગયું છે. ઇક્વિપમેન્ટ ખરીદવામાં હવે કોઇ મુશ્કેલી નહીં પડે. સરકાર ઇચ્છે છે કે લગાતાર  બદલાતા રહેતા ટેકનોલોજીના યુગમાં કંપનીઓ 4G- 5G ટેકનોલોજીને ભારતમાં ડિઝાઇન કરીને તેને દુનિયાભરમાં નિકાસ કરે.

ઠાકુરે કહ્યું કે  ટેલિકોમ સેક્ટરમાં હવે 100 ટકા ઓટોમેટિક રૂટથી રોકાણ થઇ શકશે. ટેલિકોમ શેરીંગમાં કોઇ બંધન ન ઉભું થાય તેના માટે હવે સ્પેકટ્ર્મ શેરીંગની પણ પુરી રીતે  પરવાનગી આપવામાં આવી છે.

ટેલીકોમ સેક્ટરમાં અત્યારે જેટલી પણ કંપનીઓ પર ડયૂઝ છે, તેમના માટે 4 વર્ષનું મોરેટોરિયમ મંજૂર કરવામાં આવ્યું છે. મોરેટોરિયમ અમાન્ટ પર ડયૂઝ આપવું પડશે. એના માટે વ્યાજ દર MLCR રેટ + 2 ટકા છે.

બેંકોની બેલેન્સ શીટમાં ટેલીકોમ સેક્ટર સબંધિત જે પણ એક્સોપઝર હતું, તે ઓછું થઇ જશે. કેન્દ્ર સરકારે નોન ટેલિકોમ કારોબારને Adjusted Gross Revenue  ( ADR)ના દાયરામાંથી બહાર કરી દીધો છે. વ્યાજ દરમાં રાહત આપવામાં આવી છે અને પેનલ્ટીને પુરી રીતે ખતમ કરી નાંખવામાં આવી છે. સ્પેકટ્રમ ફીની ચુકવણી 30 વર્ષમાં કરી શકાશે. બિઝનેસ મોડલના બદલાવ થયા પછી સ્પેકટ્રમને સરેન્ડર કરી શકાશે. સ્પેકટ્રમ શેરીંગમાં કોઇ બંધન રાખવામાં નથી આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp