મંગળ પર હતું જીવન! કઈ રીતે થયો આ વિનાશ, જાણો શું છે રહસ્ય

PC: nasa.gov

મંગળ પર જીવનની શોધ ચાલુ છે, દરમિયાન વૈજ્ઞાનિકોના હાથમાં એવા તથ્યો લાગ્યા છે જેના પરથી એ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લાલ ગ્રહ મંગળ પર પહેલા પણ ક્યારેક જીવન રહ્યું છે. વૈજ્ઞાનિક હવે એ દિશામાં શોધ કરી રહ્યા છે કે જો ક્યારેક મંગળ પર જીવન રહ્યું તો પછી આવી તબાહી શા માટે થઈ. NASA ના માર્સ પ્રિઝરવન્સ રોવર આ રિસર્ચમાં મદદગાર બની રહ્યા છે.

માર્સ રોવરે કેટલીક તસવીરો મોકલી છે જે આ દાવાને વધુ મજબૂત કરી રહી છે. માર્સ રોવર તરફથી લેવામાં આવેલી નવી તસવીરોમાં એ વાતની પુષ્ટિ થઈ રહી છે કે, લાલ ગ્રહ ક્યારેક પાણીથી ઢંકાયેલો હતો, અહીં નદી, ઝરણા અને તળાવો હતા. ખાસ વાત એ છે કે, તસવીરો પરથી એ સ્પષ્ટ છે કે, આ નદીઓ અનુમાન કરતા કંઈક વધુ જ ઊંડી અને સ્પીડમાં વહેનારી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મંગળ પર જો નદીઓ હતી, તો જીવન પણ રહ્યું હશે.

NASA પ્રિઝવન્સ પ્રોજેક્ટના ડેપ્યૂટી હેડ વૈજ્ઞાનિક કેટી સ્ટેકે આ અંગે જણાવ્યું કે, પહેલીવાર મંગળ ગ્રહના આ વાતાવરણ વિશે જાણકારી મળી છે. અહીંના પહાડોની સંરચના, ઘાટીઓ પર રિસર્ચથી એ વાતની પુષ્ટિ થઈ છે કે, ક્યારેક મંગળ પાણીથી ઢંકાયેલો હતો.

રોવરે એક પહાડની ક્લોઝ તસવીર મોકલી છે. આ ક્ષેત્રને વૈજ્ઞાનિકોએ સ્ક્રિંકલ હેવન નામ આપ્યું છે. આ ઉપરાંત, જેજેરો ક્રેટર વિસ્તારની તસવીરો પણ વૈજ્ઞાનિકોને મળી છે જ્યાં ક્યારેક સરોવર હતું.

NASAનું આ રોવર છેલ્લાં બે વર્ષથી મંગળ ગ્રહ પર રિસર્ચ કરી રહ્યું છે. જે આ લાલ ગ્રહ પર અરબો વર્ષો પહેલા રહેલા જીવનની શોધમાં વૈજ્ઞાનિકોની મદદ કરી શકે છે. હવે આ રોવર મંગળના જેજેરો ક્રેટરને પાર કરીને પ્રાચીન જીવનના પુરાવા ભેગા કરવાની સાથોસાથ ભૂ વિજ્ઞાનનું પણ અધ્યયન કરશે.

અગાઉ મંગળ ગ્રહની સપાટી પર બરફનું પાણી પીગળ્યા બાદ વરાળ બન્યા બાદ બનેલા મીઠાના નિશાન દેખાયા હતા. ત્યારે પહેલીવાર મંગળ પર મીઠાના નિશાન જોવા મળ્યા હતા. તે એ વાતનો સંકેત છે કે, લાલ ગ્રહ પર ખનિજ પણ છે. હવે સવાલ એ છે કે, મંગળ ગ્રહ પર સૂક્ષ્મજીવ કેટલા દિવસો સુધી જીવિત રહ્યું હશે. ત્યાં પાણીમાં કેટલા સમય સુધી જીવન રહ્યું હશે. મંગળ ગ્રહના દક્ષિણ ગોળાર્ધમાં રહેલા ખાડામાં ક્લોરાઇડ સોલ્ટ છે. આ ઉપરાંત, ક્લેથી ભરેલા હાઈલેન્ડ્સ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp