NASAના ANITAએ શોધ્યું બીજું બ્રહ્માંડ, અહીં ઉંધો ચાલે છે સમય!

PC: NASA

અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ સમાનાંતર બ્રહ્માંડની શોધ કરી છે. એટલે કે આપણા બ્રહ્માંડની બાજુમાં વધુ એક યુનિવર્સ છે. પરંતુ અહીં સમય ઉંધો ચાલે છે. પેરેલલ યુનિવર્સને લઈને એન્ટાર્કટિકામાં એક શોધ કરવામાં આવી. એના જ આધાર પર NASAના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેમણે વધુ એક બ્રહ્માંડ શોધી લીધુ છે. ઘણા વૈજ્ઞાનિકો તેના પર લાંબા સમયથી કામ કરી રહ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકો તેની સાથે સહમત નથી. એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિકોના પ્રયોગને બીજા બ્રહ્માંડની વાતને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિક ઈમ્પલસિવ ટ્રાન્સએન્ટ એન્ટીના (Antarctic Impulsive Transient Antenna- ANITA)ને એક વિશાળ બલૂન દ્વારા ઊંચાઈ સુધી પહોંચાડ્યું.

આ બલૂનને એટલી ઊંચાઈ પર પહોંચાડવામાં આવ્યો, જ્યાં હવા સુકી છે. રેડિયો નોઈઝ નથી થતો. આઉટર સ્પેસથી પૃથ્વી હાઈ એનર્જી પાર્ટિકલ્સ આવતા રહે છે, જે અહીંની સરખામણીમાં લાખ ગણા વધુ તાકતવર હોય છે. જે કણોનું વજન શૂન્યની આસપાસ હોય છે અને જે લો-એનર્જીના હોય છે, જેમકે- સબ એટોમિક ન્યૂટ્રીનૉસ. તે કોઈપણ કણ સાથે અથડાયા વિના પૃથ્વીની આરપાર થઈ જાય છે. પરંતુ હાઈ એનર્જી કણ પૃથ્વીના સોલિડ મેટર સાથે અથડાઈને અટકી જાય છે.

હાઈ-એનર્જીવાળા કણને માત્ર આઉટર સ્પેસથી માત્ર નીચે આવતી વખતે જ ઓળખી શકાય છે. પરંતુ ANITAની મદદથી આવા ન્યૂટ્રીનૉસ વિશે માહિતી મળી જે પૃથ્વીથી ઉપરની તરફ આવી રહ્યા હતા. એટલે કે આ કણ સમયમાં પાછળની તરફ ચાલી રહ્યા છે. જે સમાનાંતર બ્રહ્માંડની થિયરીને સાચી સાબિત કરે છે.

શું બે બ્રહ્માંડ છે? વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, 13.8 બિલિયન વર્ષ પહેલા બિંગ-બેંગના સમયમાં બે બ્રહ્માંડ બન્યા હતા. એક તે જેમાં આપણે રહીએ છીએ. બીજું એ જે આપણા પ્રમાણે પાછળની તરફ જઈ રહ્યું છે. એટલે કે ત્યાં સમય ઊંધો ચાલી રહ્યો છે. એકથી વધુ યુનિવર્સિની થિયરી વર્ષો જુની છે.

આ બ્રહ્માંડ જેવી ધરતી છે, એવી જ બીજા યુનિવર્સિમાં પણ પૃથ્વી હશે. ઘણા બ્રહ્માંડોને લઈને વૈજ્ઞાનિકોની વચ્ચે પાંચ પ્રકારની થિયરી છે. તેમાં બિગ બેંગ ઉપરાંત પણ એક થિયરી છે, જે કહે છે કે બ્લેક હોલની ઘટના કરતા એકદમ ઊંધી પ્રક્રિયાથી નવા યુનિવર્સ પેદા થયા. વધુ એક થિયરી કહે છે કે, મોટા યુનિવર્સ પરથી બીજા નાના યુનિવર્સ પેદા થયા.

વિશ્વના પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગના છેલ્લાં રિસર્ચ ઘણા બ્રહ્માંડોને લઈને હતા. એટલે આપણા યુનિવર્સ ઉપરાંત, ઘણા અન્ય યુનિવર્સ મોજુદ છે. મે 2018માં તેમનું પેપર પબ્લિશ થયું હતું. હોકિંગની થિયરી અનુસાર, ઘણા યુનિવર્સ એકદમ આપણા જેવા જ હોઈ શકે છે, જેમાં ધરતી જેવા ગ્રહ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp