ચંદ્રયાન-2ઃ વિક્રમ લેન્ડરને લઈને નવી અપડેટ, હવે NASA પણ...

PC: solarsystem.nasa.gov

ISRO તેના ડીપ સ્પેસ નેટવર્ક (DSN) ની સાથે વિક્રમ લેન્ડર સુધી સિગ્નલ મોકલલાનો કે તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ સતત કરી રહ્યું છે. લેન્ડર જોડે સંપર્ક સ્થાપિત કરવા માટે હવે NASA પણ ISRO ની મદદ કરી રહ્યું છે. ISRO ના એક અધિકારીએ જણાવ્યું કે, NASA ની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) વિક્રમને રેડિયો સિગ્નલ મોકલી રહી છે.

NASAનું ઓર્બિટર લેન્ડર સાઈટના ફોટા મોકલી શકે છે. જેની મદદથી વિક્રમ લેન્ડર જોડે સંપર્ક બનાવવામાં સફળતા મળી શકે છે. હજુ સુધી ISRO એ લેન્ડરના ફોટા મોકલ્યા નથી. NASAનું ઓર્બિટર 17 સપ્ટેમ્બરે એટલે કે મંગળવારે વિક્રમની લેન્ડિંગ સાઈટ ઉપરથી પસાર થશે. જ્યારે ઓર્બિટર લેન્ડર પરથી પસાર થશે તો તેના ફોટા જાહેર કરશે. જેથી ISRO ને વિશ્લેષણ કરવામાં મદદ મળી શકે છે.

ખગોળશાસ્ત્રી સ્કૉટ ટાયલીએ પણ ટ્વીટ કરીને વિક્રમ લેન્ડર જોડે સંપર્ક ફરી સ્થાપિત થશે એવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી હતી. ટાયલીએ 2018માં અમેરિકાના વેધર સેટેલાઈટને શોધી કાઢેલું.

ISRO ના અધિકારીનું કહેવું છે કે, વિક્રમ જોડે ફરી સંપર્ક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રયાસો 20-21 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે, જ્યાં સૂર્યનો પ્રકાશ એ ક્ષેત્રમાં રહેશે જ્યાં વિક્રમ લેન્ડ થયું છે. ISRO તેના DSN દ્વારા વિક્રમ જોડે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp