NASAએ જણાવ્યું- કંઇ રીતે વધી રહ્યું છે સમુદ્રી જળસ્તર, ક્યારે ડૂબી જશે દુનિયા?

PC: aajtak.in

અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ એક એનિમેશન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કઇ રીતે છેલ્લાં 30 વર્ષોમાં સમુદ્રી જળસ્તર 10 સેન્ટીમીટર વધી ગયુ. એટલે કે આશરે 3.5 ઇંચ. આ એક ખતરનાક સ્થિતિ છે. જો આ જ રીતે સમુદ્રી જળસ્તર વધતુ રહ્યું તો આપણી દુનિયાના ઘણા દેશ, દ્વીપ અને તટીય વિસ્તાર ડૂબી જશે. NASA સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઇઝર એન્ડ્ર્યૂ જે. ક્રિસ્ટેનસેને NASAના ડેટાના આધાર પર બનાવ્યો છે. તેણે ઘણા સેટેલાઇટ્સના ડેટાનું એનાલિસીસ કર્યું છે. આ ડેટા 1993થી લઇને 2022 સુધીના છે. આ કોઈ સાધારણ વીડિયો એનિમેશન નથી. તેમા વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

30 વર્ષમાં 10 સેન્ટીમીટર સમુદ્રી જળસ્તર વધવુ વધુ નથી લાગતું. પરંતુ, આ સ્થિતિ સારી નથી. સતત બદલાઈ રહેલા જળવાયુ અને વધતા તાપમાનની અસર ગ્લેશિયરો પર પડે છે. ઉત્તરી અને દક્ષિણી ધ્રુવો પર પડે છે, જેને કારણે ત્યાંનો બરફ પીગળે છે. પહાડોના ગ્લેશિયર પીઘળીને નદીઓ દ્વારા સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. તટીય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વીડિયો ખૂબ જ ખતરનાક છે. આવનારા કેટલાક વર્ષોમાં લાખો લોકોને મુશ્કેલી થશે, જે તટીય વિસ્તારોમાં રહે છે. આપણા સમુદ્ર માણસો દ્વારા પેદા કરવામાં આવી રહેલા ગરમ તાપમાનનો 90 ટકા હિસ્સો શોષી લે છે. સમગ્ર દુનિયામાં સમુદ્રી જળસ્તર બેગણુ ઝડપથી વધી રહ્યું છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રએ પણ આપી હતી.

વર્ષ 1993થી 2002ની વચ્ચે જેટલું જળસ્તર વધ્યુ, તેનાથી બે ગણી ઝડપથી 2013થી 2022ની વચ્ચે વધ્યુ છે. ગત વર્ષે તો આ રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. ચેતવણી એ પણ છે કે, આ સદીના અંત સુધી તે આ દરથી અથવા તેના કરતા ઝડપથી વધી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન (WMO)એ જણાવ્યું કે, તેનું મોટું કારણ વધુ તાપમાન છે. જેનાથી ગ્લેશિયર પીઘળી રહ્યા છે સમુદ્રની ગરમી વધી રહી છે. જેને કારણે પાણી ફેલાઈ રહ્યું છે. 2013થી 2022ની વચ્ચે સમુદ્રી જળસ્તર દર વર્ષે 4.62 મિલિમીટરના દરથી વધી રહ્યું છે. તે 1993થી 2002ની ગતિથી બેગણુ છે.

WMOના સેક્રેટરી-જનરલ પેટેરી ટાલસે કહ્યું કે, ગ્લેશિયરોનું પીઘળવુ અને સમુદ્રી જળસ્તરનું ઝડપથી વધવુ ખૂબ જ ખતરનાક પ્રક્રિયા છે. તેના કારણ વધુ માત્રામાં ગ્રીન હાઉસ ગેસોનું નીકળવુ છે. જળસ્તરનું વધવુ આ સદીમાં તો થતુ રહેશે. ત્યારબાદ પણ આવનારા હજારો વર્ષો સુધી સમુદ્રી જળસ્તરમાં વધારો થતો રહેશે. તવાલૂ જેવા દ્વીપોને સૌથી વધુ જોખમ છે. સમુદ્રી જળસ્તરના વધવાથી આ પ્રકારના દ્વીપ દુનિયાના નકશામાંથી નીકળી જશે. એન્ટાર્કટિકાનો બરફ ગત વર્ષે જૂન અને જુલાઈમાં ખૂબ જ ઝડપથી પીઘળ્યો છે. સમુદ્રી હીટવેવ જમીનની સરખામણીમાં 58 ટકા વધુ હતી. જેના કારણે ધ્રુવીય વિસ્તારોમાં બરફ ઝડપથી પીઘળી રહ્યો છે.

ગત વર્ષે યૂરોપમાં 15 હજાર લોકોના મોત હીટવેવના કારણે થયા. ટાલસે જણાવ્યું કે, આ પ્રકારના ખતરનાક હવામાનની સ્થિતિ 2060 સુધી બની રહેશે. જો ઉત્સર્જન ઓછું ના કરવામાં આવ્યું તો સ્થિતિ વધુ ખરાબ બનશે. જોકે, હજુ પણ તેને સુધારી શકાય છે. જેથી, આવનારી પેઢીને કોઇ મુશ્કેલી ના થાય. દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જો આવનારા થોડાં દાયકાઓમાં વધશે તો મુસીબત આવશે. મૌસમમાં એટલું પરિવર્તન થશે કે ઘણા દેશોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. WMOએ કહ્યું કે, 2022 પાંચમું અથવા છઠ્ઠું સૌથી ગરમ વર્ષ હતું. વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ સમયથી 1.5 ડિગ્રી સે. વધુ હતું. એ પણ ત્યારે જ્યારે ત્રણ વર્ષ સુધી લા-નીના ક્લાઇમેટ ચાલી રહ્યું હતું. એટલે કે હવામાનને ઠંડુ રાખવાની વ્યવસ્થા પ્રકૃતિએ પોતે રાખી હતી. જોકે, મૌસમ વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, 2023 અથવા 2024માં સરેરાશ તાપમાનનો રેકોર્ડ તૂટી શકે છે. આ કારણે જળવાયુ પરિવર્તન અને અલ-નીનો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp