NASAની ભયાનક તસવીર, અંતરિક્ષમાં એસ્ટ્રોનૉટે તાર વિના તરવાનું કર્યું કારનામુ

PC: aajtak.in

ઈન્ટરનેટ પર વાઈરલ થઇ રહેલા આ ફોટાને સ્પેસનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક ફોટો કહેવામાં આવી રહ્યો છે, આને જોઇને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે, આ ફોટો લગભગ ચાર દાયકા જૂનો છે. નાસાએ ફેબ્રુઆરી 1984માં આ ફોટો લીધો હતો, આમાં સફેદ સ્પેસ સૂટ પહેરીને એક એસ્ટ્રોનોટને અંતરિક્ષ યાનથી દૂર સ્પેસમાં તરતો જોઈ શકો છો. એસ્ટ્રોનોટના પગ નીચે લીલી પૃથ્વી જોવા મળી રહી છે.

ફોટોમાં જોવા મળી રહેલો એસ્ટ્રોનોટ છે બ્રૂસ મૈકકેંડલેસ, તેનો આ ફોટો ત્યારે લેવામાં આવ્યો હતો, જ્યારે તે સેટેલાઈટ રિપેયર મિશન માટે રિહર્સલ કરી રહ્યો હતો અને ચેલેન્જર સ્પેસ શટલથી બહાર નીકળ્યો હતો. તે પહેલા એસ્ટ્રોનોટ હતા, જે કોઈ પણ તાર વગર, સ્પેસ ક્રાફ્ટથી અલગ થઈને અંતરિક્ષમાં ગયા હતા.

આવું કરવું કોઈ પણ એસ્ટ્રોનોટ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. નાસાએ આ ફોટોનું ટાઈટલ ‘ફ્રી ફ્લોટિંગ’ (Free Floating) આપ્યું છે. નાસાનું કહેવું છે કે, આ બધું તેના કમર પર લગાવેલાં જેટ પૈકના કારણે શક્ય બન્યું છે, જેને મૈન્ડ મૈન્યૂવરિંગ યૂનિટ (Manned Maneuvering Unit– MMU)કહેવામાં આવે છે.

મૈકકંડેલેસે સ્પેસ ક્રાફ્ટની પાસે 136 MMUનો ટેસ્ટ કર્યો, ત્યાર બાદ તે સ્પેસ શટલથી 320 ફૂટ દૂર તરતો હતો. બ્રૂસ મૈકકંડેલેસને અંતરિક્ષમાં કોઇ પણ તાર વગર તરતો આ વીડિયોમાં જોઈ શકો છો. MMU મૂળ રૂપથી નાઈટ્રોજનથી ચાલતું જેટપૈક હોય છે, જે એસ્ટ્રોનોટને અંતરિક્ષમાં ટર્ન લેવામાં અને ફરવામાં મદદ કરે છે. 21 ડિસેમ્બર 2017મા 80 વર્ષની ઉંમરમાં બ્રૂસ મૈકકંડેલેસનું નિધન થયું હતું.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે, જ્યારે મૈકકંડેલેસનો ફોટો લેવામાં આવ્યો, ત્યારે તેઓ પૃથ્વીની સપાટીથી અંદાજે 170 માઈલ ઉપર હતો. તેમને અવકાશમાં તરતા જોઇને ‘પાફી વ્હાઈટ જીંજરબ્રેડ મેન’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. આ ફોટો ટ્વીટર પર એક સાયન્સ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેનું નામ @Sciencenature14 છે. આ પેજે ફોટોને ‘કદાચ અત્યાર સુધીનો સૌથી ભયાનક અવકાશ ફોટો’ એવુ કેપ્શન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp