26th January selfie contest

એન્ડ્રોઇડને ટક્કર આપશે દેશી મોબાઇલ OS ‘BharOS’, પાંચ ખૂબીઓ તમને હેરાન કરી દેશે

PC: fonearena.com

IIT મદ્રાસની એક ઇન્ક્યુબેટેડ ફર્મે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે JandK ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડની મદદથી એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ વિકસિત કરી છે. ડેવલપર્સે તેને ‘BharOS’ નામ આપ્યું છે અને ઘોષણા કરી છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ 100 કરોડ મોબાઇલ ફોન યૂઝર્સને લાભાન્વિતિ કરી શકે છે. આ સોફ્ટવેર્ કોમર્શિયલ ઓફ ધ શેલ્ફ હેન્ડસેટ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. ડેવલપર્સ દાવો કરી રહ્યા છે કે, ઓપરેટિંગ સિસ્ટમને યૂઝર્સને વધારે સુરક્ષિત અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તો આવો જાણીએ કે, ભારતે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિશે પાંચ એવી વાતો જે આપણને ખબર હોવી જોઇએ.

‘BharOS’ એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે વિશે ડેવલપર્સ કહે છે કે, આ યુઝર્સને વધારે ફ્રીડમ, કંટ્રોલ અને ફ્લેક્સિબિલિટી પ્રદાન કરવા પર કેન્દ્રિત કરે છે, જે ફક્ત તેમની આવશ્યકતાઓ અનુરૂપ એપનું ચયન અને ઉપયોગ કરે છે. આ ઇનોવેટિવ સિસ્ટમ યુઝર્સને પોતાના મોબાઇલ ડિવાઇસ પર સિક્યોરિટી અને પ્રાઇવિસી વિશે વિચારવાની રીતમાં ક્રાંતિ લાવવા પર ભાર મૂકે છે.

આ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમની સારી વાત એ છે કે, આ નો ડિફોલ્ટ એપ્સની સાથે આવે છે. તેનો મતલબ છે કે, યુઝર્સને એન્ડ્રોઇડના વિપરિત અધિકાંશ સ્ટોરેજ સ્પેસ મળશે. OEM ડિફોલ્ટ ગૂગલ એપ્સની સાથે સાથે અમુક નેટવ એપ્સની સાથે ફોન શિપ કરે છે. ‘BharOS’ની સાથે, કોઇને એ એપ્સનો ઉપયોગ કરવા માટે મજબૂર ન કરવામાં આવશે. જેનાથી તે વિપરિત ન થઇ શકે તે કે જેના પર તે ભરોસો ન કરી શકે.

એન્ડ્રોઇડ ફોનની જેમ જ નેટિવ ઓવર ધ યર અપડેટ પણ પ્રાપ્ત કરી શકશે. ડેવલપર્સનો દાવો છે કે, નોટા અપડેટ ઓટોમેટિકલી ડિવાઇસ પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઇ જાય છે, તેથી યૂઝર્સને મેન્યુઅલ રૂપમાં પ્રક્રિયા શરૂ કરવાની આવશ્યકતા નથી પડતી.

તે સિવાય, ઓપરેટિંગ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન સ્પેસિફિક પ્રાઇવેટ એપ સ્ટોર સર્વિસિઝથી સ્થાનિક એપ્સ સુધીની પહોંચ પણ પ્રદાન કરશે. ડેવલપર્સે કહ્યું કે, PASS એ એપ્સની ક્યૂરેટેડ લિસ્ટ સુધી પહોંચ પ્રદાન કરે છે જેને સંપૂર્ણ રીતે તપાસવામાં આવી છે અને ઓર્ગેનાઇઝેશનની અમુક સિક્યોરિટી અને પ્રાઇવસી સ્ટાન્ડર્ડ્સને પૂરી કરી શકાય. તેનો મતલબ એ છે કે, ઉપયોગકર્તા આશ્વસ્ત થઇ શકે કે તેઓ જે એપ ઇનસ્ટલ કરી રહ્યા છે તે ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે અને કોઇ પણ સંભાવિત સુરક્ષઆ મેધ્યતા કે ગોપનિયતા સંબધિ ચિંતાઓ માટે તપાસ કરવામાં આવી છે.

જોકે, ‘BharOS’ વર્તમાનમાં ફક્ત એ સંગઠનોને જ પ્રદાન કરવામાં આવી રહી છે કે, જેને પ્રાઇવસી અને સિક્યોરિટીની વધારે જરૂર છે. જેમના ઉપયોગકર્તા સંવેદનશીલ જાણકારીને સંભાળે છે જેના માટે મોબાઇલ પર પ્રતિબંધિત પર ગોપનિયતા સંચારની આવશ્યકતા હોય છે.

જ્યારે, નવી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ સારી દેખાય છે, એ વાતની કોઇ ડિટેલ નથી કે, તે યુઝર્સને પોતાની ડેલી લાઇફમાં ડિવાઇસનો ઉપયોગ કરવો સરળ બનાવવા માટે કઇ સુવિધાઓ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, એન્ડ્રોઇડ પર્સનલાઇઝેશન ઓપ્શન, પ્રાઇવસી ફીચર્સ, બેટરી એનાલિસિસ, હોમ સ્ક્રીન વિજેટ, નોટિફિકેશન સેટિંગ અને ઘઉં બધું પ્રદાન કરે છે. અમે તેના પર વધુ સ્પષ્ટતા ત્યારે પ્રાપ્ત કરીશું કે જ્યારે, તે દરેક માટે ઉપલબ્ધ હશે. ડેવલપર્સે ઘોષણામાં સ્પષઅટ કર્યું છે કે, ઓપરેટિંગ સિસ્ટમ વિશિષ્ટ ઓર્ગેનાઇઝેશન સુધી જ સીમિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp