Kiaની મિડસાઈઝ SUV Seltos ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ, જાણો બધા વેરિયન્ટ્સની કિંમત

PC: kia.com

નવી Kia Seltos ફેસલિફ્ટ આખરે ભારતમાં લોન્ચ થઇ ગઈ છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 10.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિયન્ટની કિંમત 19.89 લાખ રૂપિયા છે. 25000 હજાર રૂપિયાના ટોકન અમાઉન્ટ પર આ કારની બુકિંગ ચાલુ થઇ ગઇ છે. બુકિંગના પહેલા જ દિવસે 13,424 લોકોએ આ મિડસાઈઝ SUVને બુક કરાવી લીધી હતી.

નવી સેલ્ટોસને ટેક લાઈન, જીટી લાઈન અને એક્સ લાઈન જેવા ટ્રિમ લેવલની સાથે રજૂ કરવામાં આવી છે. આ મિડસાઈઝ SUV 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જિન ઓપ્શનમાં અવેલેબલ છે.

કલરઃ

આ કારને 7 કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવી છે.  Aurora Black Pearl, Gravity Grey, Imperial Blue, Pewter Olive, Intense Red, Sparkling Silver અને Glacier White Pearl કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.

Kia Seltosના 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનવાળા એક્સ શોરૂમની કિંમતઃ

Kia Seltos HTE 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન- 10.90 લાખ રૂપિયા

Kia Seltos HTના 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન- 12.09 લાખ રૂપિયા

Kia Seltos HTના પ્લસ 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન- 13.49 લાખ રૂપિયા

Kia Seltos HTX 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન- 15.19 લાખ રૂપિયા

Kia Seltos HTK IVT- 16.59 લાખ રૂપિયા

Kia Seltosના 1.5 લીટર T-GDI ટર્બો પેટ્રોલ એન્જિનવાળા એક્સ શોરૂમની કિંમતઃ

Kia Seltos HTનાપ્લસ 6 IMT- 14.99 લાખ રૂપિયા

Kia Seltos HTXપ્લસ 6 IMT- 18.29 લાખ રૂપિયા

Kia Seltos HTXપ્લસ 7 DCT- 19.19 લાખ રૂપિયા

Kia Seltos GTXપ્લસ 7 DCT- 19.79 લાખ રૂપિયા

Kia Seltos XLINE 7 DCT- 19.99 લાખ રૂપિયા

Kia Seltosના 1.5 લીટર CRDI VGT ટર્બો ડીઝલ એન્જિનવાળા એક્સ શોરૂમની કિંમતઃ

Kia Seltos HTE 6 IMT- 11.99 લાખ રૂપિયા

Kia Seltos HTના 6 IMT- 13.59 લાખ રૂપિયા

Kia Seltos HTના પ્લસ 6 IMT- 14.99 લાખ રૂપિયા

Kia Seltos HTX 6 IMT- 16.69 લાખ રૂપિયા

Kia Seltos HTX 6 AT- 18.19 લાખ રૂપિયા

Kia Seltos HTX પ્લસ IMT- 18.29 લાખ રૂપિયા

Kia Seltos GTX પ્લસ AT- 19.79 લાખ રૂપિયા

Kia Seltos X LINE AT- 19.99 લાખ રૂપિયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ જુદા જુદા પ્રકારની SUV ભારતમાં લોન્ચ કરી છે. મિડસાઈઝ, માઈક્રો એવા પ્રકારની SUV ગ્રાહકો માટે જુદી જુદી કંપનીઓ દ્વારા ગ્રાહકો માટે ઓફર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp