આ 5.49 લાખની કારની છે જબરદસ્ત ડિમાન્ડ, કારને મળ્યા છે 4 સ્ટાર સેફ્ટી રેટિંગ્સ

PC: nissan.in

Nissan Magniteને ભારતમાં ગયા વર્ષે 2 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ કારની દેશમાં ઘણી ડિમાન્ડ જોવા મળી રહી છે. આ કારનો વેઈટિંગ પીરિયડ વધીને 8 થી 10 મહિનાનો થઈ ગયો છે. લોન્ચના એક મહિનાની અંદર જ આ કારના 32,800 જેટલા યુનિટ્સ વેચાઈ ગયા હતા. હવે નિશાન મોટર્સે કહ્યું છે કે ભારતમાં બનેલી Nissan Magniteને ASEAN NCAPમાં 4 સ્ટાર રેટિંગ સેફ્ટી માટે મળ્યા છે.

મતલબ કે ગ્રાહકોનો વિશ્વાસ હવે આ કારને લઈને વધતો જોવા મળશે. ભારતમાં Nissan Magniteનું પ્રોડક્શન તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં થઈ રહ્યું છે. સેફ્ટી ટેસ્ટમાં ડ્રાઈવરના ચેસ્ટ અને કો-ડ્રાઈવર સીટવાળા પેસેન્જરની છાતી અને નીચેના ભાગે પગની પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવામાં આ કાર સફળ રહી છે. ડિસેમ્બર મહિનામાં Nissan Magniteને લોન્ચ કરી હતી, જેની એક્સ શોરૂમની કિંમત 5.49 લાખ રૂપિયા છે.

Nissan Magniteના ટોપ વેરિયન્ટની કિંમત 9,59,000 રૂપિયા છે. ભારતમાં તેનાથી સસ્તી માત્ર Renault Kiger 5.45 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. ભારતીય માર્કેટમાંNissan Magniteની Vitara Breeza, Renault Kiger, Hyundai Venue, Tata Nexon, Kia Sonet, Mahindra XUV300 અને Honda WR-V સાથે સીધા મુકાબલામાં છે. સબ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ઘણી હરિફાઈ જોવા મળી રહી છે.

નવી Nissan Magniteના 1.0 લિટરના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 5.45 લાખથી 7.55 લાખ રૂપિયા સુધીની છે, જ્યારે 1.0 લિટરના ટર્બો પેટ્રોલ ટિમ્સની કિંમત 6.99 લાખ રૂપિયા થી 8.45 લાખ રૂપિયા સુધીની છે. ટર્બો પેટ્રોલ CVT વેરિયન્ટની કિંમત 7.89 લાખથી 9.35 લાખ રૂપિયા સુધીની છે. નવી Nissan Magniteને CMF-4+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ Triberમાં પણ કરવામાં આવ્યો છે. Nissan Magnite ભારતમાં Nissanની પહેલી સબ 4 સીટર SUV છે. તેને 4 ટ્રિમ્સમાં લોન્ચ કરવામાં આવી છે.

જેમાં XE, XL, XV અને XV Premium સામેલ છે. કસ્ટમર્સ તેને 9 કલર ઓપ્શનમાંથી ખરીદી શકે છે. Nissan Magniteનો લૂક ઘણો સ્પોર્ટી છે. તેમાં સ્લીક લૂકવાળી LED હેડલેમ્પ્સ અને LED DRLs આપવામાં આવ્યા છે. કારમાં 16 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે Nissan Magniteને મેક ઈન ઈન્ડિયા, મેક ફોર વર્લ્ડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp