હવે 9 મહિનાથી લઇને 4 વર્ષ સુધીના બાળકોને પણ ફરજિયાત હેલમેટ પહેરાવવાનો નિયમ આવશે

PC: https://indianexpress.com

કેન્દ્ર સરકાર તેના મોટરવાહન અધિનિયમમાં એક સુધારો કરવા માગે છે. આ સુધારા પ્રમાણે ચાર વર્ષ સુધીના બાળકને બાઇક પર લઇ જવામાં આવે ત્યારે વાહનની ગતિ 40 કિલોમીટરથી વધવી જોઇએ નહીં. એ ઉપરાંત બાળકની સલામતીના અન્ય પગલાં પણ ફરજીતાયપણે લેવા પડશે.

મોટર સાયકલ પર લઇ જવામાં આવતા બાળક માટે સલામતીની જોગવાઇ માટેના નિયમોનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે જેનો અમલ ગુજરાત સહિતના રાજ્યોએ પણ કરવાનો રહે છે. મોટર વાહન અધિનિયમની કલમ 129નો આ સુધારો છે. માર્ગ પરિવહનના કેન્દ્રીય મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો બનાવ્યા છે જેમાં કેટલીક ભલામણો કરવામાં આવી છે.

ડ્રાઈવરે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે 09 મહિનાથી 4 વર્ષની વયના બાળકને ક્રેશ હેલ્મેટ પહેરાવવું જરૂરી છે જે તેના માથામાં બંધબેસતું હોય. આ હેલ્મેટના સ્ટાન્ડર્ડ પણ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત મોટરસાયકલના ડ્રાઇવરે સલામતી હાર્નેસનો ઉપયોગ કરવો પડશેજે મુસાફરી કરી રહેલા બાળકને પટ્ટાની મદદથી ડ્રાઇવર સાથે બાંધવામાં આવે છે.

આ સાધનમાં શોલ્ડ લૂપ હશે જે વાહનના ડ્રાઇવર દ્વારા પહેરવામાં આવશે. સલામતી હાર્નેશ હળવા વજનના હોવા જોઇએ અને એડજેસ્ટેબલ હશે. તે વોટરપ્રુફ અને ટકાઉ પણ હોવા જોઇએ જે 30 કિલોગ્રામ સુધીની વજન વહન કરી શકે તેવી ડિઝાઇન હોવી જોઇએ.

પાછળની સીટ પર બેસાડેલા 4 વર્ષ સુધીના બાળક સાથે મોટરસાઇકલની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. જો તેનાથી ગતિ વધારે હશે તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાશે. ડ્રાફ્ટ નોટિફિકેશનમાં આ મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp