આ મહિને ભારતમાં લોન્ચ થશે Nokia 7.1, આ 5 કારણોથી ચર્ચામાં છે ફોન

PC: Twitter.com

HMD ગ્લોબલની માલિકી ધરવાતી કંપની Nokia ફરીવાર ભારતીય બજારમાં પરત ફરી રહ્યુ છે. Nokiaએ ગત 2 વર્ષોમાં ઘણા મિડ, બજેટ અને પ્રીમિયમ સ્માર્ટફોન્સ ભારતીય બજારમાં ઉતાર્યા છે. આ સ્માર્ટફોન્સને ભારતીય યુઝર્સ પસંદ પણ કરી રહ્યા છે. ગત મહિને Nokiaએ પોતાના બે ડિવાઈસ Nokia 3.1 Plus અને Nokia 8110 4G ફીચર ફોન ભારતીય બજારમાં ઉતાર્યા છે. આ અગાઉ કંપનીએ Nokia 5.1 Plus અને Nokia 6.1 Plus પણ ભારતીય બજારમાં લોન્ચ કર્યા હતા.

Nokia 3.1 Plusના લોન્ચિંગના સમયે Nokia 7.1 વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સ્માર્ટફોનને આ મહિને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને પહેલા જ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ચૂક્યો છે. આ સ્માર્ટફોનમાં ઘણા સારા ફીચર્સ છે. આ સ્માર્ટફોનની ડિઝાઈનની વાત કરીએ તો, તેની બોડી ગ્લાસની બનેલી છે, સાથે જ તેમાં આપવામાં આવેલું સિલ્વર એસેન્સ તેને પ્રીમિયમ લુક આપે છે. આ ઉપરાંત ફોનમાં એઝ-ટુ-એઝ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3નું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. ફોનના બેકમાં ડ્યુઅલ આયોનાઈઝ્ડ એલ્યુમિનિયમ 6000 સીરિઝની ફ્રેમ ડાયમંડ કટની સાથે આપવામાં આવી છે. આ ઉપરાંત, ફોનમાં સિલ્વર અને કોપરનું એસેન્સ ફ્રેમની સાથે જ કેમેરા, બટર અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે.

ફોનના ડિસ્પ્લેમાં Nokia 6.1 Plusની જેમ જ નોચ ફીચરવાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 6 ઈંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે મલ્ટીપલ કલર અને હાઈડાઈમેન્સનને સપોર્ટ કરે છે. ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 12+5 મેગાપિક્સલનો ડ્યૂઅલ રિયર કેમેરા Zeissના લેન્સની સાથે આવે છે. તેનો રિયર કેમેરા બોકેહ મોડ, બોથી અને પ્રો મોડને સપોર્ટ કરે છે.

Nokiaના સ્માર્ટફોન્સ વન પ્રોગ્રામનો ભાગ છે, આ જ કારણ છે કે, આ સ્માર્ટફોનમાં સ્ટોક એન્ડ્રોઈડ ઓરિયો 8.0 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. ટૂંક સમયમાં જ આ ફોનમાં એન્ડ્રોઈડના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 9.0 પાઈનું અપડેટ મળશે.

આ સ્માર્ટફોનમાં ઘણા ખાસ ફીચર્સ હોવા છતાં, તેને તમે મિડ બજેટ એટલે કે 20000 રૂપિયા કરતા ઓછી કિંમતમા ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp