આ ઈ-કોમર્સ કંપની સાથે મળીને Nokia લાવી રહ્યું સ્માર્ટ ટીવી, લાગશે JBLના સ્પીકર

PC: websawa.com

સ્માર્ટફોન નિર્માતા કંપની Nokia હવે સ્માર્ટ ટીવી લાવશે. આ માટે કંપનીએ ઈ-કોમર્સ કંપની Flipkart જોડે કરાર કર્યો છે. Flipkartએ આ બાબતને લઈને માહિતી શેર કરી છે. કંપનીએ કહ્યું, ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને ‘મેઈ ઈન ઈન્ડિયા’ અભિયાન હેઠળ Nokia બ્રાન્ડના ટીવીનું મેન્યૂફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યૂશન કરશે. Nokiaના રાઇટ્સવાળી ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ કંપનીના પ્રથમ સ્માર્ટ ટીવીને ગ્લોબલી લોન્ચ કરશે.

આ અપકમિંગ ટીવીને ભારતીય યુઝરને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવશે. ટીવીનું મેન્યુફેકચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન Nokia કંપની અંતર્ગત જ કરવામાં આવશે. જોકે કંપનીએ ટીવીનાં સ્પેસિફિકેશન, કિંમત અને લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીવીમાં JBL બ્રાન્ડની સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવશે.

ભારત સાથે ચીન અને અન્ય દેશોની કંપની સ્માર્ટફોન સાથે હવે ટીવી પણ લોન્ચ કરી રહી છે. તેમાં સેમસંગ, માઇક્રોમેક્સ, ઇન્ટેક્ષ, શાઓમી, મોટોરોલા અને વન પ્લસ સામેલ છે. તમામ કંપનીનાં ટીવી હવે ભારતમાં લોન્ચ થઇ રહ્યા છે. મોટોરોલાએ Flipkartની પાર્ટનરશિપ સાથે સપ્ટેમ્બરમાં ટીવી લોન્ચ કર્યું હતું.

Flipkartના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ આદર્શ મેનને જણાવ્યું, Nokia સાથે કામ કરવાથી અમને હાઈ ક્વોલિટી અને એડવાન્સ ટેક્નોલોજી એક્સપાન્ડ કરવાની તક મળશે. અમે આગામી 200 મિલિયન ગ્રાહકોને આવકારવા માટે પ્રતિબદ્ધ છીએ.

Nokia બ્રાન્ડ પાર્ટનરશિપના વાઇસ પ્રેસિડન્ટ વિપુલ મલ્હોત્રા જણાવે છે, Nokia સાથે નવી શરૂઆત થઈ છે. Flipkart કંપની ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને સમજે છે. તેનાથી Nokia સ્માર્ટ ટીવીને અફોર્ડેબલ બનાવવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp