PUBG ગેમના ફેન્સ માટે આનંદના સમાચાર

PC: pocketgamer.com

PUBG મોબાઈલના ડેવલોપર્સ એક નવી ગેમ અનડાઉન લઈને આવી રહ્યા છે. આ ગેમને લાઈટ સ્પીડ ક્વોન્ટમ સ્ટુડિયોઝે તૈયાર કરી છે. અનડાઉન એક ઝોમ્બી ગેમ છે. આ ગેમને Garena પબ્લિશ કરશે. Garenaનું નામ આ પહેલા તમે સાંભળ્યું જ હશે. તેની બેટલ રોયલ ગેમ ફ્રી ફાયર ઘણી જાણીતી ગેમ છે. Undawnના ટીઝરને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝરમાં ગેમના કેટલાંક કન્ટેન્ટને બતાવવામાં આવ્યા છે.

ગેમની રીલિઝ ડેટને લઈને હજુ કોઈ જાણકારી સામે આવી નથી. આશા કરવામાં આવી રહી છે કે તેને ઘણા પ્લેટફોર્મ પર આ વર્ષે જ રીલિઝ કરવામાં આવી શકે છે. ગેમના ટ્રેલર રીલિઝ પહેલા ડેવલોપર્સે મેપ્સના અલગ અલગ લોકેશનને રીલિઝ કર્યા હતા. આ ગેમ ઓપન વર્લ્ડ ગેમ છે. તેમાં પ્લેયર ઘણે દૂર સુધી ફરી શકે છે. આ ગેમની સાથે એડવેન્ચરને પણ જોડવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ગેમમાં કેટલાંક એવા પણ કેમ્પેઈન હોઈ શકે છે. આ પહેલા આપણે સ્ટેટ ઓફ ડીસી અને ધ વોકિંગ ડેડમાં આ જોઈ ચૂક્યા છીએ.

આ ગેમમાં કો-ઓપ-સ્ટાઈલ ગેમ પ્લે પણ આપવામાં આવી શકે તેમ છે. તેમાં બીજા પ્લેયર્સની સાથે ટીમ બનાવીને ઝોમ્બીનો મુકાબલો કરી શકાય તેમ છે. ટ્રેલર જોવા પર સાફ થઈ જાય છે કે ડેવલોપર્સે PUBG મોબાઈલ ગેમના જ વેપન્સ, સાઉન્ડ, વ્હીકલ અને કેટલાંક બિલ્ડીંગ ટેમ્પલેટને વાપર્યા છે. ગેમને ચીની ડેવલોપર્સ બનાવી રહ્યું છે. જ્યારે ડેવલોપર્સ જેમણે PUBG મોબાઈલ ગેમ પણ બનાવી હતી. આ કારણે એ સવાલ પણ ઊભેલો છે કે આ ગેમ ભારતમાં લોન્ચ થશે કે નહીં. તેને લઈને હજુ કંઈ પણ કહેવું જલ્દબાજી કહેવાશે. આવનારા સમયમાં બધાને ખબર પડી જ જવાની છે.

PM મોદીના આત્મનિર્ભર ભારતના હુંકારની સાથે સરકારે વધુ 117 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં યંગસ્ટર્સમાં ખાસ કરીને છોકરાઓની પસંદગીની ગેમ એવી PUBG પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સરકારી આદેશ પ્રમાણે PUBG અને PUBG Liteને Google Play અને Apple App સ્ટોરમાંથી હટાવી દેવમાં આવ્યા છે. આ પહેલા પણ ભારત સરકારે 60 જેટલા ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં કેમ સ્કેનર થી લઈને શીઈન જેવી શોપિંગ વેબસાઈટનો પણ સમાવેશ થતો હતો. ચીની એપ્સ દ્વારા યુઝર્સની પ્રાઈવસી સાથે છેડા કરવામાં આવતા હોવાનું સરકારને લાગતા તેમણે આ પગલું લીધું હતું. ભારત સરકારના આ પગલાથી ચીનની આ કંપનીઓને ઘણું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે કારણ કે ભારતના 70 ટકા યુવાનો આગેમ્સ રમતા હતા અને જેનાથી એપ્સ દ્વારા થતી કમાણીમાં ભારત મોખરે હતું.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp