ઈન્ટરનેટ વગર ટીવી પર જોઈ શકશો YouTube વીડિયો, ટૂંક સમયમાં આવશે આ નવું ફીચર

PC: techhradar.com

આજકાલ દરેક એપ્લિકેશનમાં જે-તે કંપની સમયાંતરે અપડેટ લાવતી રહે છે, જેથી તે પોતાના યુઝર્સને નવા નવા ફીચર આપી શકે. હાલમાં જ Whatsapp દ્વારા પણ નવા નવા ફીચર્સ યુઝર્સ માટે લાવવામાં આવ્યા છે. તેવી જ રીતે વીડિયો સ્ટ્રીમિંગ માટે YouTube ઘણું જાણીતું પ્લેટફોર્મ છે. YouTube એપ મોબાઈલ સિવાય સ્માર્ટ ટીવી માટે પણ ઉપલબ્ધ છે. YouTubeના મોબાઈલ એપમાં યુઝર્સ પોતાના મનપસંદ વીડિયોને ઓફલાઈન મોડમાં પણ જોઈ શકે છે. તેના માટે યુઝર્સને ઈન્ટરનેટની આવશ્યકતા નહીં હોય. હવે એવું જ ફીચર YouTubeના ટીવી એપમાં પણ આવવાનું છે. રિપોર્ટની માનીએ તો ઓફલાઈન મોડવાળું ફીચર ટૂંક સમયમાં YouTubeના ટીવી એપ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે.

તેવામાં યુઝર્સ હવે પોતાના સ્માર્ટ ટીવીમાં ઈન્ટરનેટ વગર YouTubeના વીડિયો જોઈ શકશે. આ માટે યુઝર્સે YouTube અથવા Google અકાઉન્ટ સાથે લિંક વીડિયોને ડાઉનલોડ કરવો પડશે. જણાવી દઈએ કે સ્માર્ટફોનના YouTube એપમાં વીડિયો જોતા સમયે નીચે આપવામાં આવેલા ડાઉનલોડ બટન પર ટેપ કરીને તેને ઓફલાઈન જોવા માટે ડાઉનલોડ કરી શકો છો. જ્યારે ડેસ્કટોપ યુઝર્સ થર્ડ પાર્ટી એપ અથવા વીડિયો ડાઉનલોડર દ્વારા વીડિયોને ડાઉનલોડ કરી શકે છે અને પછીથી તેને જોઈ શકે છે.

હવે YouTube ટીવી એપ માટે પણ આ ફીચરની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. હવે આ ફીચર YouTube ટીવી એપ માટે જલદીથી લોન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે YouTube ટીવી એપના વર્ઝન 5.06.2ના અપડેટની સાથે આ ફીચરને જોવા મળ્યું છે. YouTube ટીવી વર્ઝન 5.06.2 યુઝર્સ જેવું જ એપ ઓપન કરશે, તેમની સ્ક્રીન પર Looking for Incomplete Downloadsનું નોટિફિકેશન આવશે જેવું કે YouTube મોબાઈલ એપ અને YouTube મ્યુઝિક એપમાં આવે છે.

જોકે Googleએ હજુ ઓફિશિયલી આ ફીચર અંગે કોઈ જાહેરાત કરી નથી. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ આ ફીચર રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરના રોલઆઉટ થવા પછી યુઝર્સ પોતાના સ્માર્ટ ટીવી પર ઓફલાઈન અથવા ઈન્ટરનેટ કનેક્શન વગર પણ વીડિયો જોઈ શકે છે. જોકે, ઓફલાઈન મોડમાં વીડિયો જોવા માટે પહેલા યુઝર્સે તેને ડાઉનલોડ કરવો પડશે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp